Site icon Gramin Today

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં ડેડીયાપાડાનાં બે યુવાનો ની નર્મદા જિલ્લા બોર્ડમાં નિયુક્ત;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  નર્મદા સર્જનકુમાર

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં ડેડીયાપાડાનાં બે યુવાનો ની નર્મદા જિલ્લા બોર્ડમાં નિયુક્ત;

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનાં સંસ્થાપક ડૉ.ટી.એમ.ઓનકાર નાં નેતૃત્ત્વ હેઠળ આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડ ની રચના કરવામાં આવી છે, ત્યારે “માનવ સેવા રાષ્ટ્ર ની સેવા” નાં સિધ્ધાંત સાથે તેમજ માનવ જાગૃતિ અને માનવ સેવાનાં કામો કરીને નાત – જાત કે ધર્મનાં ભેદભાવ વગર સમાજ સેવા નું કાર્ય કરશે,

 

 

 

અને જ્યાં પણ સામાન્ય માણસ સાથે કોઈ પણ જાતનો ભેદભાવ કે અન્યાય થશે ત્યાં તેઓ અવાજ ઉઠાવશે, ત્યારે ડેડીયાપાડા નાં બે યુવાનોની નર્મદા જિલ્લા બોર્ડમાં પસંદગી કરવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લા ચેરમેન તરીકે સર્જન એસ.વસાવા, તેમજ નર્મદા જિલ્લા વાઇસ ચેરમેન તરીકે જયદીપ એચ.વસાવા ની નિમણુક કરવામાં આવી છે.

Exit mobile version