Site icon Gramin Today

અનૈતિક સંબંધના કારણે વિખરાઈ ગયેલ પરિવારમાં સમાધાન કરાવતી અભયમ્ રાજપીપળા: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ 

અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધના કારણે વિખરાઈ ગયેલ પરિવારમાં પુરુષને પરિવારના સંબંધનુ ભાન કરાવી સુખદ સમાધાન કરાવતી  અભયમ્ રાજપીપળા: 

નર્મદા: રાજપીપળાના એક ગામમાં પરણિત ષુરુષ જેણે પ્રેમ લગ્ન કરી બે બાળકોના પિતા થયેલ, પરણિત અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધના કારણે પરિવાર વિખરાઈ ગયેલ, પુરુષના માતાએ વહુ તેમજ બાળકો દુઃખ જોઈના શકતા પોતાનો છોકરો ખોટી દિશામાં જઇ રહ્યો છે, તેથી દિકરાને લાઈન પર લાવવા મહિલાએ અભયમ્ રાજપીપળાની મદદ માગેલ હતી.

ષુરુષના અન્ય મહિલા સાથે સબંધના કારણે રાત-દિવસ મહિલાની પાછળ પડ્યાં રહે છે, ધરની કે પરિવારની જવાબદારી ઉપર ધ્યાન પણ આપતા નથી, વહુને વ્યશન કરીને મારઝુડ કરે છે, ઘરેથી નીકળી જવાની ધમકી આપે છે, છોકરાઓને મારી નાખવાની ધમકીઓ  આપે છે માતા ને અપશબ્દો બોલે છે.  ત્યારે 181 અભયમ્ દ્ધારા પુરુષ ને કાયદાકીય સમજ આપેલ, પરિવારના સબંધોથી વાકેફ કરાવાયેલ, ષુરુષે પોતાની ભૂલ કબૂલ કરી ફરી વાર ભૂલના થાય તેની ખાતરી આપેલ હતી. તેમજ પરિવારની સાથે રહી ધરની પરિવાર ની બધી જવાબદારી દિલથી નિભાવવા બાહેંધરી પત્રક લખી જણાવેલ. આમ 181અભયમ દ્ધારા બંને પરિવાર ને તુટતા બચાવી બંને પક્ષ વચ્ચે સ્થળ ઉપર નિરાકરણ લાવી રાજપીપળા મહિલા અભયમ્ ટીમ દ્વારા બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

Exit mobile version