Site icon Gramin Today

અંક્લેશ્વર તાલુકાના દઢાલ ગામેથી જાહેરમાં રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા ઇસમોને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીકૃણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લા મા દારૂ/જુગાર ની પ્રવૃત્તિ નાબુદ કરવા સારૂ સુચના મળતા ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પોલીસ માણસો ની ટીમ પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન એલ.સી.બી ટીમને બાતમી હકીકત મળેલ કે, અંક્લેશ્વર તાલુકાના દઢાલ ગામે ખાડી ફળીયામાં જાહેરમાં કેટલાક ઇસમો પત્તા-પાના વડે રૂપિયાની હાર જીત નો જુગાર રમી રહેલ છે જે મળેલ બાતમી આધારે એલ.સી.બી ની ટીમે દઢાલ ગામે ખાડી ફળીયામાં જુગારની પ્રવૃત્તિ અંગે રેડ કરી જાહેરમાંથી જુગાર રમાતા કુલ પાંચ ઇસમો ને રોકડા રૂપિયા તથા જુગાર ના સાધનો સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી.

(૧) મોહંમદરફીક અહમદભાઇ જોગીયાત રહે-દઢાલ જોગીયાત ફળીયુ તા- અંક્લેશ્વર જી.ભરૂચ (૨) હુશેન ઇબ્રાહીમ બાંગી રહે-દઢાલ, ખાડી ફળીયુ તા-અંક્લેશ્વર જી.ભરૂચ (૫) ઇસ્તીયાઝ નુરમહંમદ દિવાન રહે-દઢાલ મોરા ફળીયુ તા-અંક્લેશ્વર જી-ભરૂચ.  (૩) મહેબુબ મોહંમદ શરીગત રહે-દઢાલ અફલાતુન નગર તા-અંક્લેશ્વર જી-ભરૂચ (૪) ઇલ્યાસ બશીરભાઇ દિવાન રહે-દઢાલ મોરા ફળીયુ તા-અંક્લેશ્વર જી.ભરૂચ

કન્જ કરવામાં આવેલ મુદ્દામાલ

(૧) અંગ ઝડતીના રોકડા રૂ.૭૬૪૦/ (૨) દાવ ઉપર ના રોકડા રૂ.૧૦૦૦/ (૩) પત્તા-પાના નંગ-૫૨ કી.રૂ.૨૦૦૦ (૪) પાથરણ નંગ-૦૧કી.રૂ.૦૦૦૦ મળી કુલ કિં.રૂ. ૮૭૩૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર ટીમ:- હે.કો ચંદ્રકાંત શંકરભાઇ તથા હે.કો. પરેશભાઇ ગોવિંદભાઇ તથા હે.કો. દિલીપકુમાર યોગેશભાઇ તથા હે.કો.અજયભાઇ રણછોડભાઇ તથા પો.કો. અશોકભાઇ નારૂભાઇ એલ.સી.બી ભરૂચ

Exit mobile version