Site icon Gramin Today

તા.૭ મી ઓગસ્ટે દેડીયાપાડા ખાતે ૭૧માં વન મહોત્સવની થનારી જિલ્લાકક્ષાની ઉજવણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

તા.૭ મી એ ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ચેરમેનશ્રી લક્ષ્મણભાઇ પટણીની ઉપસ્થિતિમાં દેડીયાપાડા ખાતે ૭૧ માં વન મહોત્સવની થનારી જિલ્લાકક્ષાની ઉજવણી

નર્મદા, રાજપીપલા : ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ચેરમેનશ્રી લક્ષ્મણભાઇ પટણીના અધ્યક્ષપદે તા.૭ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે દેડીયાપાડા તાલુકાની આદર્શ નિવાસી શાળા ખાતે ૭૧માં વન મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે.

ભરૂચના સંસદસભ્ય શ્રી મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, દેડીયાપાડાના ધારાસભ્યશ્રી મહેશભાઇ વસાવાના મુખ્ય મહેમાનપદે યોજાનારી જિલ્લાકક્ષાની વન મહોત્સવની આ ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, અને  ભરૂચના સામાજિક વનીકરણ વર્તુળના વન સંરક્ષકશ્રી ડૉ.કે.શશીકુમાર અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, નાયબ વન સંરક્ષકશ્રી નીરજ કુમાર અને શ્રી પ્રતિક પંડ્યા ઉપસ્થિત રહેશે, તેમ વન વિભાગ રાજપીપલા તરફથી અખબારી યાદીમાં  જણાવાયું છે.

Exit mobile version