Site icon Gramin Today

તાપી જીલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા સમિતીની બેઠક:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર 

તાપી જીલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા સમિતીની બેઠક યોજાઈ :

વ્યારા: તાપી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર તથા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર માટેની તકેદારી સમિતીની બેઠક કલેક્ટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં મળી હતી.  

બેઠકમાં વ્યાજબી ભાવની દુકાન પર આધારિત વિતરણ વ્યવસ્થામાં ઓફલાઈન ટ્રાન્જેક્શન, સાયલેન્ટ રેશનકાર્ડ/એફ્પીએસ, તાલુકાવાર દર માસે મોડલ એફ.પી.એસ બનાવવા બાબતે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. 

કલેકટરશ્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ નવેમ્બર માસ સુધી લોકોને મફત અનાજ આપવા અંગેની કામગીરી, વન રેશન વન નેશન યોજના હેઠળ સ્થળાંતર કરેલ કામદારોને યોગ્ય જગ્યાએથી પુરતો અનાજનો જથ્થો મળવવામાં કોઇ મુશ્કેલી ન આવે તે અંગેની કામગીરીની સમિક્ષા કરી સબંધિત અધિકારીઓને યોગ્ય સુચના આપી હતી. આ ઉપરાંત ૬ માસથી વધુ સમયથી અનાજ લેવા ન આવેલ લાભાર્થીઓને તે અંગેના કારણ જાણી યોગ્ય કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચના આપી લોકોને સમયસર અનાજ મળી રહે તે માટે પુરતી તકેદારી રાખી સુચારૂ કામગીરી કરવા જણાવ્યું હતું.

બેઠકમાં વ્યારા પ્રાંત હિતેષ જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયા, જિલ્લા પુરવઠા અધિકારી નૈતીકા પટેલ તથા અન્ય તાલુકા અમલીકરણ અધિકારીઓ જી-સ્વાન ઓનલાઇન માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. 

 

Exit mobile version