Site icon Gramin Today

તાપી જિલ્લામાં આગામી ૨૪મી ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજાશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લામાં આગામી ૨૪મી ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજાશે:

સવારે ૯ કલાકે ટાઉન હોલ ખાતે મુખ્ય કાર્યક્રમ અને સયાજી ગ્રાઉન્ડ ખાતે સ્ટોલ, પ્રદર્શન સહિત ગરીબ કલ્યાણ મેળાનું આયોજન;

જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારી અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ:

 વ્યારા-તાપી: સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૨૪, ૨૫, ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તાપી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાની સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, નાયબ વન સંરક્ષક આનંદકુમારની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદનના સભખંડમાં બેઠક યોજાઇ હતી.
બેઠકમાં નક્કિ થયાઅનુસાર તાપી જિલ્લામાં આગામી તારીખ ૨૪મી ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકે વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ મુખર્જી, ટાઉન હોલ ખાતે મુખ્ય કાર્યક્રમ અને સયાજી ગ્રાઉન્ડ ખાતે સ્ટોલ, પ્રદર્શન સહિત ગરીબ કલ્યાણ મળો યોજાશે. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ, સહાય વિતરણ કરવામાં આવશે.
અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતું કે, ગરીબ કલ્યાણ મેળાનુ સુદ્રઢ આયોજન સહિત ચાલુ વર્ષના લાભાર્થીઓને આ મેળામાં તમામ લાભ મળે તે માટે પોર્ટલ ઉપર સમયસર ડેટા એંટ્રી કરાવવી. આ ઉપરાંત લાભાર્થીઓની કીટની ગુણવત્તા અગાઉથી ચકાસી લેવા અને કોઇ પણ લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા અમલીકરણ અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.
બેઠકમાં માર્ગ મકાનના કા.પા.ઇ મનિષ પટેલ, મદદનીશ કમિશ્નર, આદિજાતિ- એચ.એલ.ગામીત, ચીટનીશ બી.બી.ભાવસાર, મામલતદાર દિપક સોનાવાલા, સોનગઢ ચીફ ઓફીસર પૂર્વી પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Exit mobile version