શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાના તમામ મતદાર વિભાગ/મંડળના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ ઝોનલ ઓફિસરશ્રીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર સુપ્રત કરાયા..
વ્યારા, તાપી: રાજય ચુંટણી આયોગ, ગાંઘીનગર ધ્વારા તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મઘ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની ચૂંટણી અંગે તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ સવારના ૭.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક દરમ્યાન મતદાન થનાર છે. જે ઘ્યાને લેતાં ચુંટણી અંગેની સંવેદનશીલ કામગીરી કરવા માટે ચુંટણી અધિકારીઓ, મદદનીશ ચુંટણી અધિકારીશ્રીઓની નિમણુંક કરવામાં આવેલ છે. ચુંટણીની કામગીરી સરળતાથી પાર પાડવાના કામે તાપી જિલ્લાના તમામ તાલુકાઓ માટે ઝોનલ ઓફીસર તરીકે ફરજ બજાવવા નિમણુંક હુકમો કરવામાં આવેલ છે.
ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના જાહેરનામા ધ્વારા ચુંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપુર્ણ પણે નિયંત્રણ રાખી શકાય તે માટે ચુંટણીની જાહેરાતથી મેજીસ્ટ્રીયલ પાવર્સ ઘરાવતા ન હોય તેવા ચુંટણી અધિકારીશ્રીઓ, વિવિઘ કામગીરી માટે નિયુકત નોડલ અધિકારીશ્રીઓ તથા ચુંટણી કામગીરી માટે નિયુકત કરવા જરૂરી જણાય તેવા તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને જે-તે વિસ્તાર અને નિશ્ચિત સમયગાળા માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારો સોંપવા તથા આ અઘિનિયમની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯, ૧૪૪ મુજબના અધિકારો ચુંટણી પ્રક્રિયા પુર્ણ થતા સુઘીના સમયગાળા માટે આપવા સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓને સુચનાઓ આપવામાં આવેલ છે.
કલેકટર કચેરી ધ્વારા આગામી તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની ચુંટણી યોજવાના કામે ઝોનલ ઓફિસર તરીકે ફરજ બજાવવા અંગેના નિમણુંક હુકમ કરવામાં આવેલ છે.
ઉપર મુજબની વિગતો ધ્યાને લેતા મને મળેલ સત્તાની રૂએ હું ડી.ડી.કાપડીયા (આઇ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી-વ્યારા આગામી યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીના કામે અત્રેના તાપી જિલ્લાના તમામ મતદાર વિભાગ/મંડળના તમામ ચુંટણી અધિકારીશ્રીઓ, તમામ મદદનીશ ચુંટણી અધિકારીશ્રીઓ, તેમજ વર્ગ-૩થી નીચેની સંવર્ગના ના હોય તેવા તમામ ઝોનલ ઓફીસરશ્રીઓને ભારતીય ફોજદારી કાર્યરીતી અઘિનિયમની કલમ-૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે નિયુકત કરવા આથી હુકમ કરવામાં આવે છે.
આ સત્તાઓ સંબંધિત અધિકારીની નિમણુંક જે-તે ગ્રામ પંચાયત વિસ્તારનાં મતદાર મંડળ/વિભાગની કાર્યક્ષેત્રની સીમા પુરતા તથા ફકત ચુંટણી કામગીરી પુરતા ભારતીય ફોજદારી કાર્યરીતી અઘિનિયમની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯, ૧૪૪ હેઠળના અધિકારો તા.૧૪/૧૨/૨૦૨૧ના કલાક ૦૦.૦૦થી ચુંટણી પ્રકીયા પુર્ણ થયાની તા.૨૪/૧૨/૨૦૨૧ના કલાક ૨૪.૦૦ સુઘી સુપ્રત કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.