Site icon Gramin Today

ડો. અશ્વિન વસાવાનું મુખ્યમંત્રીનાં હસ્તે કોરોના વોરીયર્સ તરીકે સંન્માન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ સાગબારા નિતેશભાઈ 

ડૉ. અશ્વિન વસાવા સાગબારા તાલુકાના નવીફણી-અમીયાર જેવાં અંતરિયાળ વિસ્તારનાં ગામના વતની છે જેઓની જન્મભૂમી નવીફણી-અમીયાર છે, તેઓએ પોતાની કર્મ ભૂમી સુરતને બનાવી છે, હાલમાં તેઓ સુરત ખાતેની સિવિલ કોવીડ-૧૯ હોસ્પીટલમાં ફરજ બજાવી રહ્યા છે,  સુરત તથાં ગુજરાતનાં પ્રથમ કોરોના દર્દીનું સફળ સારવાર કરનાર સુરત સિવિલના તબીબ  ડૉ. અશ્વિન વસાવા સોસીયલ મીડિયા ખુબ જ વાયરલ થયા હતાં, તેઓની તબીબ સેવા, કામગીરીને લોકોએ ખુબ વખાણી હતી. 

૧૫ મી ઓગસ્ટના આજ રોજ રાજ્ય કક્ષાની ઉજવણીમાં રાજયનાં મુખ્યમંત્રી મહોદયના હસ્તે રાજ્ય  લેવલેનું સંન્માન  માટે  ડૉ. અશ્વિનભાઈ વસાવા,  સાથે બીજા અન્ય ૪  કોરોના વોરીયર્સની રાજ્યકક્ષાના સન્માન માટે ની પસંદગી કરવામાં આવી હતી  એમને આજ રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ સન્માન માટે ખુબ ધન્યવાદ સાથે તેમનાં  સંન્માનિત કામ બદલ પ્રશંશનીય કામગીરી માટે ગ્રામીણ ટુડે ન્યુઝ પરીવાર વતી અમારી ખૂબ શુભેચ્છાઓ સાથે આવી જ ઉત્તમ સેવાઓમાં કાર્યરત રહો એવી અને અવિરત સેવાની સુગંધ હંમેશા ફેલાવતા રહો એવી અભ્યર્થના.

Exit mobile version