Site icon Gramin Today

ડેડીયાપાડા પોલીસે કર્યો ઝાંક ગામેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ જપ્ત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડા પોલીસે કર્યો ઝાંક ગામેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ જપ્ત:

માધવસિંગભાઈ વસાવા રહે. ઝાંક મોટા ફળિયું, તા. દેડીયાપાડા, જી.નર્મદાના ઓનાં ઘરે રેઇડ કરતા ઘરમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ કિ.રૂ.૧૧,૨૨૦/- નો પ્રોહી મુદ્દામાલ કર્યો કબજે!

! 

મે. જિલ્લા પોલીસ વડા શ્રી. હિમકર સિંહ સાહેબ તથા ના.પો. અધિક્ષક શ્રી. રાજેશ પરમાર સાહેબના ઓએ પ્રોહી નાબૂદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી. પી.પી. ચૌધરી સાહેબ નાઓ ના સીધા સુપરવિઝન હેઠળ પો. સ. ઈ. શ્રી. એ. આર. ડામોર સાહેબ દેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ અ. હે.કો. મહેન્દ્ર ભાઈ નટવરભાઈ બ.નં.૭૨૩ નાંઓને મળેલ આધારે સ્ટાફના પોલીસ માણસ સાથે મોજે. ઝાંક ગામેથી માધવસિંગ ભાઈ જાતરભાઈ વસાવા રહે. ઝાંક મોટા ફળિયું, તા. દેડીયાપાડા, જી.નર્મદાના ઓનાં ઘરે રેઇડ કરતા જૂના ઘરમાંથી લાકડાઓ નીચે થી ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ કિ.રૂ.૧૧,૨૨૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે પકડાઈ જતા સદર પકડાયેલ આરોપી વિરુદ્ધ દેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version