Site icon Gramin Today

ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા ના પીઠા ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા કાર્યક્રમ યોજાયો;

AAP નાં કદાવર નેતા અને પૂર્વ VTV નાં પત્રકાર ઈશુદાન ગઢવી જન સંવેદના યાત્રા સાથે દેડીયાપાડા આવી પહોંચ્યા;

દેડીયાપાડા તાલુકા ખાતે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા આવી પોહચી હતી, જેમાં VTV ન્યુઝ નાં પૂર્વ પત્રકાર તેમજ AAP નાં કદાવર નેતા ઈશુદાન ગઢવી તેમજ તેમની ટીમનું આમ આદમી દેડીયાપાડા નાં કાર્યકરો દ્વારા યાહા મોગી ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

તારીખ ૪ સપ્ટેમ્બર શનિવારના રોજ દેડીયાપાડા તાલુકાની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના કદાવર નેતા ઈશુદાન ગઢવી દ્વારા પક્ષના જન સંવેદના કાર્યક્રમ અંતર્ગત કોરોના માં મૃત્યુ પામેલા ને શ્રદ્ધાંજલી આપી હતી તેમજ તેમના પરિવારોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગણી કરી હતી.

ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં ગુજરાત સરકારની બેદરકારીને લીધે જ મોતનો આંકડો વધ્યો છે, સરકારે મોતનો આંકડો પણ સાચો જાહેર કર્યો નથી, હવે ભાજપને મત આપી પાપના ભાગીદાર ન બનશો. ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર વધ્યો છે અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને વાત કરતા ઈશુદાન ગઢવી જણાવ્યું હતું કે અહીંના આદિવાસીઓનાં નામ પર આવતી સરકારી ગ્રાન્ટો નેતાઓ પોતાના પેટમાં પધરાવી જાય છે અને આલીશાન મકાનો તેમજ પ્રોપર્ટીઓ પાછળ ખર્ચાઓ કરવામાં રસ ધરાવે છે, ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં લીન છે માટે સરકાર ને જાકારો આપો તેવી માંગ કરી હતી અને આદિવાસીઓને આદિવાસી જ  રાખવાની વાત કરી હતી, તેમને વનવાસી બનાવવાની કોઈ જરૂર નથી.

વધુમાં તેમણે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી વિસ્તારની જમીનો સહિત તમામ વસ્તુઓ પડાવી લેશે અને 2022 બાદ કદાચ સમગ્ર ગુજરાત પણ સરકાર વેચી નાખે તેવી હાલત થશે માટે પોતાના માટે જાગી જાઓ અને આમ આદમી પાર્ટીમાં વધુને વધુ લોકો ને જોડાવો તેવી અપીલ કરી હતી.

આ પ્રસંગે VTV ન્યુઝ નાં પૂર્વ પત્રકાર તેમજ AAP નાં કદાવર નેતા ઈશુદાન ગઢવી, AAP ગુજરાત સંગઠન મંત્રી અર્જુન રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહેલ, AAP નર્મદા જિલ્લા પૂર્વ પ્રમુખ ડૉ.કિરણ વસાવા, AAP દેડીયાપાડા પ્રમુખ રાજેન્દ્રભાઇ વસાવા સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version