Site icon Gramin Today

ચાઈનીઝ ને મ્હાત આપવા આત્મનિર્ભર ભારત અભિગમ અંતર્ગત ભારતની ટોયઝ ઈન્ડસ્ટ્રીઝ આગળ આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

રમકડાના ઉત્પાદનમાં અત્યાર સુધી પુરી દુનિયામાં ચાઈનીઝ ઇન્ડસ્ટ્રીઝની નામના હતી. પરંતુ હવે ચાઈનીઝ ઈન્ડટ્રીઝને મ્હાત આપવા આત્મનિર્ભર ભારત અભિગમ અંતર્ગત ભારતની ટોયઝ ઈન્ડસ્ટ્રીઝ આગળ આવી રહી છે. રમકડાં બનાવવાની અને તેના માર્કેટિંગની કપરી કામગીરીને ભારતીય સ્કિલ અને મેન પાવરના માધ્યમથી સમગ્ર વિશ્વને નવો વિકલ્પ પૂરો પાડી રહી છે, ભારતીય મેક ઈન ઇન્ડિયા ટોયઝ ઇન્ડસ્ટ્રીઝ. સરકાર દ્વારા એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોને આગળ લાવવા પુરી પડાતી વિવિધ યોજનાકીય સહાયના કારણે આજે અનેક ઇન્ડસ્ટ્રીઝ આગળ આવી છે. જેમાંની એક ઈન્ડસ્ટ્રીઝ એટલે રાજકોટની અદિતિ ટોયઝ પ્રાઈવેટ લિમિટેડ કંપની. આ કંપનીના ડીરેકટરોએ જણાવ્યું કે, ‘ભારતમાં ૧૨ હજાર કરોડના રમકડાના માર્કેટને ધ્યાને લઈ અમે વર્ષ ૨૦૧૪ માં ટાંચા સાધનો સાથે ફેક્ટરી શરુ કરેલી. અનુભવે અને માર્કેટની વિશાળતા જોતા ફાયનાન્સિયલ સપોર્ટ તેમજ રાજ્ય સરકારની યોજનાના લાભ સાથે ધીરે ધીરે અમે કંપની અને ઉત્પાદનનો વ્યાપ વિસ્તારતા ગયા. આજે અમે રોજના ૧૦ લાખ જેટલા પ્રમોશનલ ટોયઝનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. સાથો-સાથ કંપનીના ૨૦૦ કર્મચારીઓ ઉપરાંત ૭૦૦ જેટલી મહિલાઓને પરોક્ષ રીતે પણ રોજગારી પુરી પાડી રહ્યા છીએ.

કોરોનાના કારણે પ્રધાનમંત્રીશ્રી દ્વારા ‘‘મેક ઈન ઇન્ડિયા’’ તેમજ ‘‘આત્મ નિર્ભર ભારત’’ અભિયાનની જે ઝૂંબેશ હાથ ધરાઈ હતી તેના કારણે લોકોના સ્વદેશી ચીજ વસ્તુ તરફ વધેલા વલણની સાથો-સાથ ચાઈનીઝ રમકડાં પર ૬૦ ટકા જેટલી ઈમ્પોર્ટ ડ્યુટી તેમજ બી.આઈ.એસ. સ્ટાન્ડર્ડ ફરજીયાત કરાતા ચાઈનીઝ રમકડાં સામે ભારતીય રમકડાંનું બજાર ઉંચકાયું છે. 

#graminTODAY #todaygramin (The voice of gramin Bharat) #ડિજિટલઇન્ડિયા #ગોગ્રીનઇન્ડિયા #પેપેરલેસઇન્ડિયા #Digitalindia #gogreenindia #paperlessindia #social media #online media #social media news #savetheplanet

#Toys #ChineseMarket #MakeInIndia #GovernmentAssistance #Corona #IndianMarket #ChineseToys #Employment #AtmaNirbharBharat

Exit mobile version