Site icon Gramin Today

ગેર કાયદેસર પશુઓની વાહનોમાં હેરાફેરી કરતા બે ઈસમોની ધરપકડ બે વોન્ટેડ!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

દેડીયાપાડા તાલુકાનાં  બેસણા ગામ પાસે માલ સામોટ ગામ તરફથી આવતી એક પીક અપ નંબર MH.04 EB.1850 માં ઘાસ ચારા તથા પાણીની સગવડ કર્યા વગર તથા વગર પાસ પરમીટે કિ. રૂ.૧૫,૦૦૦/- નાં કુલ ૬ પાડા લઈ જતા વાહન ચાલક વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરતી દેડીયાપાડા પોલીસ.
નર્મદા જિલ્લા ના પોલીસ અધિક્ષક શ્રી. હીમકર સિંહ તથા ના.પો. અધિ. શ્રી. રાજેશ. પરમાર રાજપીપળા ડિવિઝન રાજપીપળા નાઓ ની ગેર  કાયદેસર, વિના પાસ પરમીટ વગર  પશુઓની વાહનોમાં હેરાફેરી કરતા ઈસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સારું જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને આજ રોજ પો. સ. ઈ. શ્રી. આઈ.આર. દેસાઈ તથા સ્ટાફના માણસો બેસણા ગામ નજીક માસ્ક પહેર્યા વગર આવતા વાહન ચાલકો વિરૂદ્ધ દંડ વસૂલની તથા વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન એક બોલેરો પીક અપ નંબર MH.04 EB.1850 ની આવતા વાહન ચાલકની પૂછપરછ કરી તેમાં ચેક કરતા તાડપત્રી બાંધી લાકડાના ફેટા મારી ઘાસ ચારા તથા પાણીની સગવડ વગર અને ખીચો ખીચ કુલ.૬ પાડા ભરેલા હોય જેથી આરોપી વાહન ચાલક (૧) ઈશ્વરભાઈ ભાંગાભાઈ પાડવી તથા (૨) કંડકટર સુનિલભાઈ રેવાભાઈ પાડવી નાઓ વિરૂદ્ધ ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને કેટલ કંટ્રોલ એક્ટ ૨૦૧૧ ની કલમ.૯ (૧)(ક) તથા પશુ ઘાતકી પણાં એક્ટ કલમ.૧૯૬૦ ની કલમ.૧૧ ડી, ઈ, એચ, તથા એમ વી એક્ટ કલમ.૧૯૨, ૧૧૭ મુજબ ગુનો નોંધી તથા પાડા ભરી આપનાર (૩) મોગિયા ભાઈ નોમાભાઈ રાવત તથા પાડા મંગાવનાર (૪) નિશારભાઈ ચિરાગભાઈ કુરેશી નાઓ ને વોન્ટેડ જાહેર કરી તેમના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

Exit mobile version