Site icon Gramin Today

ગુજરાતમાં આજે થનાર પેટાચૂંટણીમાં કુલ 18 લાખ 95 હજાર 32 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ

રાજ્યમાં  અબડાસા, લિમડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠક પર યોજાય રહી છે પેટાચૂંટણી:

ગુજરાત રાજ્યમાં આજે થનાર પેટાચૂંટણીમાં કુલ 18 લાખ 95 હજાર 32 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે: અને 8 બેઠક પર  81 ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થશે. આજે રાજ્ય ભરમાં થઇ રહેલ પેટા-ચુંટણી ૨૦૨૦નાં 2 વાગ્યા સુધી મતદાન ના આંકડા- અબડાસા 38.41 – ડાંગ 56.78 – ધારી 23.78 – ગઢડા 36.64 – કપરાડા 50.02 – કરજણ 40.64 – લિંબડી 42.61 – મોરબી 39.67 નોધાયેલ છે,

અત્યાર સુધીમાં કુલ  35.66 ટકા મતદાન થયું, સૌથી વધુ ડાંગમાં 56.78 ટકા મતદાન રાજ્યમાં સૌથી આગળ:

રાજ્યમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા કલાકો સુધી લોકો ઉભા રહ્યા લાઈનોમાં!

મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા સીટો પર થનાર પેટા ચૂંટણીનું પરિણામ કોઈપણ પક્ષની સરકાર બનાવવામાં મહત્વનું  સાબિત થઈ શકે છે. દેશમાં બધાની નજર ફક્ત  મધ્યપ્રદેશ રાજ્ય પર છે, મધ્યપ્રદેશ ની 28 વિધાનસભા સીટો પર પેટા-ચૂંટણી આજે છે પોતાની  સરકાર બચાવવા માટે ભાજપની કોંગ્રેસ સાથે  કાંટાની ટક્કર છે.

મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા સીટો પર થનાર પેટા ચૂંટણીનું પરિણામ કોઈપણ પક્ષની સરકાર બનાવવામાં મહત્વનું  સાબિત થઈ શકે છે. રાજ્યની 28 વિધાનસભા સીટો પર પેટા-ચૂંટણીમાંથી રાજ્યના 12 મંત્રીઓ સહિત કુલ 355 ઉમેદવાર મેદાનમાં છે: સત્તાધારી ભાજપની પાસે 107 ધારાસભ્ય છે અને તેને બહુમત માટે નવ સીટની જરૂરત છે જ્યારે કોંગ્રેસ પાસે 87 ઘારાસભ્ય છે.

Exit mobile version