Site icon Gramin Today

ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે આજે “મહિલા સ્વાવલંબન દિવસ” ની ઉજવણીનો કાર્યક્રમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે “મહિલા સ્વાવલંબન દિવસ” ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો:
મહિલા સ્વાવલંબન દિવસ ઉજવણી નિમિત્તે આર્થીક રીતે પછાત એવા માનવ કલ્યાણ યોજનાના લાભાર્થી બહેનોને સ્વરોજગારી ઉભા કરવા માટે સાધન સહાય કિટ્સનુ કરાયુ વિતરણ:

:

રાજપીપળા,  ચાલુ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે રાજપીપલાની ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે આજે “મહિલા સ્વાવલંબન દિવસ” ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે આર્થિક રીતે પછાત એવા માનવ કલ્યાણ યોજનાના ગરુડેશ્વર અને નાંદોદ તાલુકાના લાભાર્થી બહેનોને સ્વરોજગારી ઉભા કરવા માટે સાધન સહાય જેમ કે દરજીકામ, ભરતકામ, વિવિધ પ્રકારની લારી તેમજ સખીમંડળની બહેનોને રૂ માથી દિવેટ બનાવવાની ટુલ કિટ્સ પણ આપવામા આવી હતી.

વધુમાં પેમ્પ્લેટ દ્વારા યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો અને કર્મચારીઓ દ્વારા વેબીનાર પણ નિહાળવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર દ્વારા નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે કુમસગામની બહેનોને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરતી બહેનોને કઈ કઈ રીતે સ્વાવલંબી બની શકાય તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ સ્વાવલંબન થવા માટે કઈ રીતે લઈ શકાય તેની વિસ્તૃત સમજની સાથે સખી વન સ્ટોપ સેન્ટર વિશેની માહિતી આપી હતી અને અંતમા સરકારશ્રીની વિવિધ યોજનાઓની પત્રિકાઓનું વિતરણ કરાયું હતું.

Exit mobile version