Site icon Gramin Today

ઐતિહાસિક દાંડીકૂચના દિવસે રાજપીપળા ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

બ્રિટિશ રૂલ સામે ભીલ અને આદિવાસી રાજપીપળા ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાશે:

રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૨ મી માર્ચે ઐતિહાસિક દાંડીકૂચના દિવસે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોના આયોજન થકી આઝાદીના અમૃત મહોત્સવની થનારી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ તેની ઉજવણી થનાર છે. રાજપીપલા ખાતે યોજાનારા કાર્યક્રમના આયોજન અંગે એક બેઠક. નિવાસી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં બ્રિટીશ રૂલ સામે ભીલ અને આદિવાસી સમાજનો પડકારક થીમ પર યોજાનારા કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન સાથે સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી.

નાયબ જિલ્લા પોલિસ અધિક્ષક રાજેશ પરમાર, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજસ ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ, સિવિલ સર્જન ડ.જ્યોતિબેન ગુપ્તા, માર્ગ-મકાન, પાણી પુરવઠા, ડીજીવીસીએલ, આરટીઓ, રમત ગમત તથા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ વગેરે સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ ઉજવણી દરમિયાન ખૂબજ સાવચેતી અને સલામતી સાથે સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ફ્રજિયાતપણે ઉપયોગ કરવાનો રહેશે.

Exit mobile version