Site icon Gramin Today

એક પ્રખ્યાત કંપનીમાં જીલ્લા કલેકટરે માર્યુ ખંભાતી તાળું! પ્રશાસન બન્યું સખ્ત!

ફાયર સેફટી સોલ્યુશનની  ફેક્ટરી કે પછી કોરોના સંક્રમણની  કંપની ?

નોઇડા સેક્ટર ૧૩૫ સ્થિત “સીજફાયર” ઇન્ડસ્ટ્રીઝ કંપનીને  જીલ્લા કલેકટરે આજે  મારી સીલ!

કંપનીમાં શું છે “કોરોના વાયરસ”  કનેક્શન? આજ દિન સુધી ચાલુ કંપની કોની રેહેમ નજર હેઠળ?

નોઇડા ઉત્તર પ્રદેશમાં કાર્યરત ફાયર રક્ષણનાં (સેફટી) સાધનો બનાવતી ભારતની નામચીન બહુ જાણીતી “સીજફાયર”કંપની બની કોરોના સંક્રમણ ફેલાવાની કંપની!   આ   કંપનીનાં માલિક સાથે  કંપનીનાં  કેટલાંક મેમ્બર થોડાં દિવસ પહેલાં વિદેશ પ્રવાસ કરી સ્વદેશ ફર્યા હતા  પરંતુ તંત્રને જાણ ન કરતાં  કોરોના સંક્રમણ ફેલાયું  બાદમાં કંપની માલિક ને કોરોના પોઝીટીવ જાહેર કરાતાં મામલો આવ્યો સામે! કંપનીમાં કાર્ય કરતાં  એક જોડું  પતિ પત્ની હાલ કોરોના પોઝીટીવ હોય ચાલી રહી છે સારવાર;  સાથે કંપનીનાં બીજા લોકોને પણ સંક્રમણ થયું,  સરકારની ગાઈડલાઈન્સ મુજબ પોતાને લોક સંપર્કથી ૧૪ દિવસ દુર રાખવાં અને તબિયતમાં ફેરફાર આવતા  પોતાની સારવાર નાં કરાવવી જેવી ગંભીર ભૂલ આ કંપની દ્વારા  થવા પામી હતી,  સુત્રોનાં આધારે પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હીનો આ પહેલો કોરોના વાયરસ સંક્રમિત કેસ હતો. જોકે ઈન્ટરનેટનાં માધ્યમથી કોઈ રોહિત દત્તા નામનાં વ્યક્તિ પહેલાં પોઝીટીવ દરદી હતાં, જે ઓ એ કોરોના સંક્રમણ બાદ સાજા થઈને ઇન્ટરવ્યુ આપ્યુ હતું…  

કોણ છે જેમની આ નોઇડા સ્થિત  કંપની સીજફાયર પર બહુ પકડ છે? શા માટે કંપની પર કાર્યવાહીમાં વિલંબ? સવાલ તો ઘણાં ઉભા થાય છે? પણ લોક ડાઉન જેવી સ્થિતિમાં અને મહામારીમાં ચુપ રેહેવું જ સારું છે, થોડાં જ સમય પહેલાં આ કંપનીએ પાકીસ્તાનમાં  પણ ધંધાકીય કોન્ટ્રાકટ કર્યા હતાં,   ગોંત્તમબુદ્ધ નગરના જીલ્લા કલેકટર બી.એન.સિહને  આ મામલે રાજ્યનાં મુખ્યમંત્રી યોગીએ લગાવી ફટકાર;  કર્યો તબદલો;  નવાં જીલ્લા કલેકટર સુહાસ એલ.વાય.ને કર્યા નિયુક્ત  નવાં કલેકટરે ચાર્જ લેતાં તુરંત જ કંપની સામે કરી  કાર્યવાહી; યુવા અને બાહોશ કલેકટર અગાઉ પણ સુંદર કામગીરી કરી વખાણ પામી ચુક્યા છે,  માહિતી મુજબ આ કંપનીના ૪ ડાયરેક્ટર દીપક પ્રધાન,આસુતોષ મંગલ,પવન અરોડા,ભાસ્કર જયશેખર, હવે સમય બતાવશે કોણ છે જવાબદાર? કોના પર થશે કાર્યવાહી? 

કાનુનનાં ઉલ્લંઘન કરનાર જવાબદાર સંસ્થા સામે કાર્યવાહી જરૂરી( સુહાસ, કલેકટર)

ઉત્તરપ્રદેશનાં નોઇડા, ગોત્તમબુદ્દ નગરમાં ૩૮ કોરોના પોઝીટીવ મરીજ છે, અને બહુ ઝડપ થી સંક્રમણ ફેલાય રહ્યો છે, સીએમ યોગીજીએ બોલાવી ઉચ્ચસ્થરીય બેઠક; આખા રાજ્યમાં કોરોના સંક્રમિત ૯૬ લોકો  છે;  આંકડો રોજ વાધી રહ્યો છે, સાથે પલાયન થઈ આવેલાં લોકો પણ રાજ્ય માટે ખતરો!  રાજ્યમાં આવતાં લોકોને રખાય રહ્યા છે ૧૪ દિવસ માટે કોરોન્ટાઇનમાં;

 

 

Exit mobile version