Site icon Gramin Today

ઉમરપાડાના ચિતલદાગામે બિરસામુંડા મેદાનમાં “વિશ્વ આદિવાસી દિનની” ઉજવણી કરવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા 

ઉમરપાડાના ચિતલદા ગામે બિરસા મુંડા મેદાનમાં “વિશ્વ આદિવાસી દિનની” ઉજવણી કરવામાં આવી: 


નર્મદા જીલ્લામાં ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામે બિરસા મુંડા મેદાનમાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી
ઉમરપાડા તાલુકાના ચીતલદા ગામેં આદિવાસી દિનની ઉજવણી ઉત્સાહ ભેર ઉજવણી  કરવામાં આવી.
આ પ્રસંગે ગામના રીતિ રિવાજ પ્રમાણે ગામમાં શોભાયાત્રા કાઢીને ઉજવણી કરાય,  આદિવાસી રીતરિવાજની વિધિ કરવામાં આવી
આ પ્રસંગે આદિવાસી નવયુવાનો વિવિધ વેશભૂષામાં આવીને પ્રસંગ દિપાવી દીધો  હતો. આદિવાસી વાજીત્રો, ડોલ, નગારા અને અનેક સાધનો સાથે નાચગાન કરવામાં આવ્યું  હતું .યુવાનો ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા અને આદિવાસી દિનની ભરપુર ઉજવણી કરી હતી. આ પ્રસંગે યુવા આગેવાન જીમ્મી વસાવા વાડીનાં  એ આદિવાસી દિનની વિસ્તૃત માહિતી આપી હતી. યુવાનોએ એક થવા હાકલ કરી. રિતિરિવાજે વાવવુ, જીવન સૃષ્ટિનું જતન કરવું, પ્રકૃતિને માંન આપવુ, આદિવાસીઓના તહેવારોની ઉજવણી કરવા સંગઠિત થવા હાકલ કરી હતી. આ પ્રસંગને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો નાચગાન સાથે રમતગમતનાં ભાગરૂપ     ટુર્નામેન્ટ પણ યોજાઈ જેમાં અલગ અલગ ગામોની  25 ટીમો ઍ ભાગ લીધો હતો. સરપંચ અજીત, અરુણ, મનહર ,ચંપક, તેમજ ગામના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Exit mobile version