Site icon Gramin Today

ઉનાળામાં વીજળીની માગને પહોંચી વળવા સરકારે ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સ કાર્યરત કરવા પગલાં લીધાં:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ઉનાળામાં વીજળીની માગને પહોંચી વળવા સરકારે ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સ કાર્યરત કરવા પગલાં લીધાં: 

ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોમાંથી મહત્તમ વીજ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે ધારા 11 અંતર્ગત નિર્દેશો જારી કરવામાં આવ્યા:

નવીદિલ્હી:  ઉનાળાની ઋતુમાં દેશમાં વીજળીની ઊંચી માગને પહોંચી વળવા માટે ભારત સરકારે ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોમાંથી મહત્તમ વીજ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે સરકારે તમામ ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોને ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2003ની કલમ 11 હેઠળ દિશાનિર્દેશો જારી કર્યા છે (જે અંતર્ગત સરકાર તે નિર્દેશ કરી શકે છે કે એક ઉત્પાદન કંપની, અસાધારણ પરિસ્થિતિઓમાં) કોઈ પણ ઉત્પાદન સ્ટેશનનું સંચાલન અને જાળવણી તે સરકારના નિર્દેશો મુજબ કરે.)

ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશન્સ (જીબીએસ)નો નોંધપાત્ર હિસ્સો હાલમાં બિનઉપયોગી છે, જેનું મુખ્ય કારણ વ્યાવસાયિક બાબતો છે. કલમ 11 હેઠળનો આદેશ, જે આયાતી કોલસા-આધારિત પાવર પ્લાન્ટ્સ માટે કરવામાં આવે છે તે જ રીતે સમાન તર્જ પર છે, તેનો હેતુ આગામી ઉચ્ચ માંગના સમયગાળા દરમિયાન ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોમાંથી વીજળીની ઉપલબ્ધતાને ઓપ્ટિમાઇઝ કરવાનો છે. આ આદેશ 1 મે, 2024થી 30 જૂન, 2024 સુધી વીજળીના ઉત્પાદન અને પુરવઠા માટે માન્ય રહેશે. ઓર્ડરને અહીં જોઈ શકાય છે. 

ગ્રિડ-ઇન્ડિયા ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોને વીજ જરૂરિયાતની જાણકારી આપશે,  વ્યવસ્થા મુજબ, ગ્રિડ-ઈન્ડિયા ગેસ-આધારિત ઉત્પાદન સ્ટેશનોને પહેલાથી સૂચિત કરશે કે કેટલાં દિવસ માટે ગેસ-આધારિત વીજળી જરુરિયાત છે. વિતરણ લાયસન્સધારકોની સાથે વીજળી ખરીદ સમજૂતી (પીપીએ) રાખવાવાળા ગેસ-આધારિત ઉત્પાદન સ્ટેશન પહેલા પીપીએ ધારકોને પોતાની વીજળીની ઓફર કરવાની રહેશે. જો ઓફર કરવામાં આવેલી વીજળીનો ઉપયોગ કોઈ પીપીએ ધારક દ્વારા કરવામાં ન આવે, તો તે પાવર માર્કેટમાં આપવામાં આવશે. પીપીએ સાથે ન જોડાયેલા ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોએ વીજ બજારમાં તેમના ઉત્પાદનની ઓફર કરવી આવશ્યક છે. આ નિર્દેશના કાર્યાન્વયનને સુવિધાજનક બનાવવા માટે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ચેરપર્સનની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતની રચના કરવામાં આવી છે. 

ગેસ આધારિત જનરેટિંગ સ્ટેશનો કાર્યરત કરવાનો નિર્ણય ભારત સરકાર દ્વારા ઉનાળાની ઋતુમાં વીજળીની માંગ પૂરી થાય તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલાંનો એક ભાગ છે. કેન્દ્રીય વીજ તથા નવીન તથા પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી આર. કે. સિંહે આ અંગે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી અને ગરમીની ઋતુમાં લોડને પહોંચી વળવા વીજળીની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 

ઉનાળાની વીજળીની માગને પહોંચી વળવા માટેના અન્ય પગલાં

ભારતની વીજળીની માંગ ઝડપથી વધી રહી છે, જે આર્થિક વિકાસ દ્વારા સંચાલિત છે, ખાસ કરીને ગરમ હવામાન અને ઊંચી માંગની અવધિ દરમિયાન. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ 2024ની ગરમ હવામાનની મોસમ દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં સામાન્યથી વધુ મહત્તમ તાપમાનની આગાહી કરી છે. આ સંદર્ભમાં ઉપરોક્ત પગલાં લેવામાં આવી રહ્યાં છે, જે મોસમ દરમિયાન વીજળીની ઊંચી માગની અપેક્ષા મુજબના છે. 

Exit mobile version