Site icon Gramin Today

રાજપીપળા હરસિધ્ધિ માંતાના ફેસબુક પેજ પર મહિલાના બિભત્સ ફોટા મૂકનાર સામે ફરિયાદ નોંધાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપળા : રાજપીપળા ના પૌરાણિક હરસિધ્ધિ માતાના મંદિરના નામથી ફેસબુક પેજ કાર્યરત હોય જેમાં ભક્તો માતાજીના દર્શન કરી શકે તેવા આશયથી આ પેજ ચાલુ કરાયું છે, પરંતુ 3 દિવસ થી કોઈ વ્યક્તિઓ દ્વારા હિંદુઓની ધાર્મિક લાગણી દુભાય તેવા હેતુ થી મહિલાઓના બિભત્સય ચિત્રો આ પેજ ઉપર મૂકી હિન્દુઓની લાગણી દુભાય અને શહેરની શાંતિ ભંગ થાય તેવા પ્રયાસ કરાતા હોવાથી આવા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ, નર્મદાના સામાજિક સમરસતા અધ્યક્ષ પ્રગનેસભાઈ રામીએ રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ મહિલા પો.સ્ટે.ના પી.આઈ. એ.આર.જાદવ ને સોંપતા તેઓ આગળની તપાસ કરી રહ્યા છે.

Exit mobile version