Site icon Gramin Today

ઈન્ડિયા ટોય ફેર-૨૦૨૧ માં તાપી જીલ્લાની સીંગી (વ્યારા) અને વાંકલા પ્રાથમિક શાળાઓ રાજ્યમાં પસંદગી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લાનું ગૌરવ.. સીંગી વ્યારા અને વાંકલા પ્રાથમિક શાળા રાજ્યમાં પસંદગી પામી ઈન્ડિયા ટોય ફેર ૨૦૨૧ માં વર્ચ્યુઅલ ભાગ લીધો હતો..   બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવી કૃતિઓ વર્ચ્યુઅલ માધ્યમથી રજુ કરી..


તાપી:  સૌપ્રથમવાર યોજાયેલ ઈન્ડિયા ટોય ફેર 2021માં ઓનલાઈન ભાગ લેવા માટે તાપી જિલ્લાની બે શાળાઓની પસંદગી થઈ હતી. ફેબ્રુઆરી-૨૧માં યોજાયેલી ઓનલાઈન સ્પર્ધામાં પ્રાથમિક શાળા વાંકલા તાલુકો ડોલવણ અને પ્રાથમિક શાળા સિંગી વ્યારા ની શૈક્ષણિક રમકડાં કીટ વિભાગમાં કૃતિ રજૂ કરવા માટે રાજ્ય કક્ષાએ પસંદગી થઈ હતી. ધોરણ-૬ થી ૮માં ભાવનાબેન ભરતભાઈ ગામીત, વાંકલા શાળા અને ધોરણ ૧ થી ૫ માં પ્રાથમિક શાળા સિંગી વ્યારા, ચિત્રાંગના ચૌધરીએ શૈક્ષણિક રમકડાં ની કીટ રજૂ કરી રાજ્ય કક્ષાએ પસંદગી પામી નેશનલ લેવલે પહોંચી તાપી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. શાળાઓના શિક્ષિકા બહેનોએ પોતાની કૃતિ વીડિયો અપલોડ કરી સમજાવી હતી.
ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા આ ટોયફેરથી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય,સંખ્યાઓનુ; જ્ઞાન મળે તેમજ ગુણ-દુર્ગુણ વિશે જાણકારી મળે તેવા હેતુસભર રમકડાઓ રજુ કરવાના હતા. તાપી જિલ્લા ડાયેટમાં નિષ્ઠાપૂર્વક ખૂબ જ કાર્યરત એવા શ્રી પારસીંગભાઈ ચૌધરી અને શ્રી પ્રકાશભાઈ ચૌધરીએ યોગ્ય માર્ગદર્શન આપી શિક્ષિકા બહેનોને સહકાર આપ્યો હતો.

Exit mobile version