Site icon Gramin Today

આયકર વિભાગ અંતર્ગત કેન્દ્રીયકૃત કંટ્રોલ રૂમ કમ ફરિયાદ મોનિટરિંગ સેલની સ્થાપના કરાઇ: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૨૨-તાપી : 

તાપી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા રોકડ રકમની હેરફેર અને કાળા નાણાંના ઉપયોગ વગેરે પર ચાંપતી નજર રાખવા આયકર વિભાગ અંતર્ગત કેન્દ્રીયકૃત કંટ્રોલ રૂમ કમ ફરિયાદ મોનિટરિંગ સેલની સ્થાપના કરાઇ: 

ટ્રોલ ફ્રી નંબર ૧૮૦૦-૫૯૯-૯૯૯૯૯ ઉપર ફરીયાદ નોંધી શકાશે: 

વ્યારા -તાપી: ભારતના ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ ની ઘોષણા કરેલ છે. વિધાનસભાની આ ચૂંટણીના સમયગાળા દરમ્યાન આયકર વિભાગને રોકડ રકમની હેરફેર અને કાળા નાણાંના ઉપયોગ વગેરે પર ચાંપતી નજર રાખવાનો નિર્દેશ ચૂંટણી પંચ તરફથી મળેલ છે.

અઘોષિત રોકડ અને અન્ય અઘોષિત કિંમતી ચીજ વસ્તુઓની હિલચાલ અંગે ગુજરાત ભરના નાગરિકો પાસેથી ફરિયાદો અને માહિતી મેળવવા માટે આવકવેરા વિભાગે અમદાવાદ ખાતે ૨૪x૭ કોલ સેન્ટરની સુવિધા સાથે ટોલ ફ્રી નંબર. ૧૮૦૦-૫૯૯-૯૯૯૯૯ કેન્દ્રીયકૃત કંટ્રોલ રૂમ કમ ફરિયાદ મોનિટરિંગ સેલની સ્થાપના કરી છે. જેમાં જિલ્લામાં થયેલા કોલ અનુસાર વાસ્તવિક સમયના આધારે જે-તે જિલ્લાની ટીમને કોલ પ્રસારિત કરવામાં આવે છે. આ ઉપરાંત ઈ-મેલ આઈડી- cleangujaratelection@incometax.gov.in ઉપર પણ ફરીયાદ નોંધાવી શકાશે જેની જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું છે.

 

Exit mobile version