Site icon Gramin Today

આજે દેશનાં વડાપ્રધાન મોદીજી ગુજરાતનાં કચ્છની મુલાકાતે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ

 ગાંધીનગર: દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં કચ્છની એક દિવસની મુલાકાતે આવી રહયા છે, ધોરડો ખાતે યોજાશે કાર્યક્રમ જેમ ત્રણ વિકાસ કામોનાં કરશે ઓનલાઇન ખાતમુહૂર્ત કરવામાં આવશે. 60 એકર માં ખારું પાણી મીઠુ કરવાનાં પ્રોજેક્ટ અને અન્ય ખાવડામાં 72600 હેક્ટરમા ફેલાયેલો 30હજાર મેગાવોટ સોલાર પ્રોજેક્ટ , રાષ્ટ્રીય કિશાન વિકાસ યોજના અંતર્ગત 129 કરોડનો અમુલનાં ઓટોમેટિક ડેરી પ્લાન્ટ વિકાસ કામોની ભેટ ગુજરાતની જનતાને સમર્પિત કરશે.

ગ્રામીણ અને ભાતીગળ સંસ્કૃતિ અને કાર્યક્ર્મ માં સંસ્કૃતિક કાર્યક્ર્મ પણ નિહાળશે વડાપ્રધાન મોદીજી, જેમાં ગીતાબેન રબારી અને મીર જેવાં કલાકરો પર્ફોમન્સ કરશે, સાથે જ ગ્રામીણ પરંપરા મુજબ તૈયાર કરાયું છે એક ગામ, જેની પણ મુલાકાત લેશે.

દિલ્હીની અનેક બોર્ડર પર ચાલી રહેલ ખેડૂતોનું આંદોલનને આજે 20 દિવસ વીતી ગયા છે, પણ હજુ કોઈ સમાધાન થવા પામ્યું નથી તે વચ્ચે વડાપ્રધાન નાં આ મુલાકાત કાર્યક્રમ થી રાજકારણ ગરમાય એવી સંભવના, લખપતમાં શીખ ગુરુદ્વારા અને ખેડૂતોની મુલાકાત લેશે PM મોદી, સાથે અન્ય સમાજની રૂબરૂ મુલાકાત લેશે, ત્યારબાદ સફેદ રણ ની મુલાકાત લેવા રવાના થશે.

કચ્છમાં વિકાસ કામોનાં વિસ્તારને મળશે વેગ… વડાપ્રધાન ,મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાલે થી પ્રધાનમંત્રીનાં આગમન વખતે સ્વાગત માટે પોહ્ચ્યા કચ્છ ખાતે વડાપ્રધાનનાં ગુજરાત પ્રવાસ બાબતે જાહેરાત કરી છે, આજે રાજકોટ ખાતે હોસ્પિટલનું કરશે લોકાર્પણ: આજના ગુજરાતનાં એક દિવસનાં પ્રવાસ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સહીત અન્ય પ્રધાનો હાજર રહશે.

Exit mobile version