Site icon Gramin Today

આજે ડાંગ જિલ્લાને મળશે રૂ.૫૪૮.૮૮ લાખના બે વિકાસ કામોની ભેટ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

આજે ડાંગ જિલ્લાને મળશે રૂ.૫૪૮.૮૮ લાખના બે વિકાસ કામોની ભેટ ;

માર્ગ અને મકાન મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદી આજે ડાંગના પ્રજાજનોને માછળી-ચિખલા-દિવડ્યાવનને જોડતા મેજર બ્રિજ સહિત ધવલીદોડ-ધૂડા-પીપલાઈદેવી માર્ગના નવિનીકરણના કામની ભેટ આપશે ; 

આહવા : રાજયના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના પ્રજાજનોને યાતાયાતની બારમાસી સુવિધાઓ મળી રહે તે માટે કુલ રૂ.૫૪૮.૮૮ લાખના બે વિકાસ કામોનુ આજે માર્ગ અને મકાન મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત/લોકાર્પણ કરાશે.  

 તા.૨૩/૧૨/૨૦૨૧ના રોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના માછળી ગામે સાંજે ૪ વાગ્યે, અને આહવા તાલુકાના ધવલીદોડ ગામે સાંજે ૫ વાગ્યે આયોજિત વિકાસકામોના લોકાર્પણ/ખાતમુહૂર્તના કાર્યક્રમમા માર્ગ અને મકાન મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદી સહિત, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી-વ-રાજયના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

 ઉલ્લેખનિય છે કે, આજે માર્ગ અને મકાન મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદી દ્વારા જે વિકાસ કામોની ડાંગના પ્રજાજનોને ભેટ મળનાર છે તેમા (૧) માછળી-ચિખલા-દિવડ્યાવન ગામને જોડતા ડૂબાઉ કોઝ વે ના સ્થાને રૂ.૩૫૦ લાખના ખર્ચે તૈયાર થનારા મેજર બ્રિજના કામનો સમાવેશ થાય છે. આ કોઝ વે ખાસ કરીને ચોમાસા દરમિયાન દુબાણમા જતા આ ગામોના પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેના કમી નિવારણ અર્થે રાજ્ય સરકારે અહી આર.સી.સી. ટી બીમ ડેક સ્લેબ, પિયર, એબટમેંટ, પીઅર કેઓ સહિત જરૂરી રિવર પ્રોટેકશન વર્કની કામગીરી મંજૂર કરી છે. આગામી ૧૧ માસમા આ મેજર બ્રિજનુ કામ પૂર્ણ થતા માછળી ગામના ૫૮૯ પ્રજાજનો સહિત ચિખલાના ૧૬૯૫, દિવડ્યાવનના ૬૬૪, અને ખાતળના ૧૧૨૫ મળી કુલ ૪૦૭૩ ગ્રામજનોને આ માર્ગ ચોમાસા દરમિયાન પણ આવાગમન માટે ઉપયોગી પુરવાર થશે.

આ ઉપરાંત (૨) ૧૩.૨૬૦ કિલોમીટરની લંબાઈ ધરાવતા ધવલીદોડ-ધૂડા-પીપલાઈદેવી માર્ગનુ પણ રૂ.૧૯૮.૮૮ લાખના ખર્ચે નવિનીકરણની કામગીરી હાથ ધરાશે. આગામી છ માસમા પૂર્ણ થનારા આ માર્ગ સુધારણના કામથી ધવલીદોડના ૨૨૮૦, ધૂડાના ૭૮૯, પીપલપાડાના ૨૨૪, અને પીપલાઈદેવીના ૬૫૯ મળી કુલ ૩૯૫૨ ગ્રામજનોનો વાહન વ્યવહાર સરળ બનવા સાથે, વિધ્યાર્થીઓ, નોકરિયાતો, અને સ્થાનિક ખેડૂતોને તેમની ખેતપેદાશોના સરળ વાહતુકની સુવિધા મળી રહેશે.

 આમ, આજે ડાંગના અંતરિયાળ વિસ્તારના ગ્રામીણજનો માટે આજે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કુલ રૂ.૫૪૮.૮૮ લાખના બે વિકાસ કામોની ભેટ મળી રહેશે.

Exit mobile version