Site icon Gramin Today

અલીરાજપુર જિલ્લાના કાઠીવાડા વિસ્તારમાં નૂરજહાં નામની કેરીની કિંમત 1200 સુધી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ

મધ્યપ્રદેશ રાજ્યનાં ઇંદોરથી લગભગ 250 કિલોમીટર દૂર ગુજરાત રાજ્યની  સીમા તટે અલીરાજપુર જિલ્લાના કાઠીવાડા વિસ્તારમાં નૂરજહાં નામની કેરીની ખેતી થાય છે. આ નૂરજહાં નામની એક કિલોગ્રામ નહિ ફક્ત એક નંગ કેરીની કિંમત 500 રૂપિયાથી માંડીને 1000 સુધી છે.

કેરીને ફળોના રાજા કહેવાય છે, ગરમીની સિઝનમાં લોકો તેની લિજ્જત માણે છે, કેરીની અનેક-અનેક  પ્રકારની જાતો હોય  છે. જો કે આ નૂરજહાં કેરીની અનોખી ખાસિયતના કારણે તે કિંમતી છે. આ કેરીની ખેતી મધ્યપ્રદેશના ઇંદોરથી લગભગ 250 કિલોમીટર દૂર ગુજરાત સીમા તટે અલીરાજપુર જિલ્લાના કાઠીવાડા વિસ્તારમાં થાય છે, કેરીને ફળોના રાજા કહેવાય છે, જયારે નૂરજહાં કેરીને રાણી કહેવાય છે, 

સ્થાનિક લોકોનો દાવો છે કે નૂરજહાં કેરી મૂળ અફધાનિસ્તાની ફળાઉ જાત  છે. શિવરાજ જાધલ નામના ખેડૂતે કહ્યું કે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આ કેરીનું સારૂં ઉત્પાદન થયું છે. નૂરજહાં કેરીના એક નંગની કિંમત 500 રૂપિયાથી માંડીને 1000 સુધીની છે. આ કેરી વજનદાર અને કેરીમાં એવી મીઠાશ છે કે. તેનું બુકિંગ કેરીનાં રશિયાઓ દ્વારા  સિઝન પહેલા જ થઇ જાય છે. ખેડૂતે કહ્યું કે, કેરીના સૌથી વધુ ઓર્ડર ગુજરાત અને મધ્યપ્રદેશથી મળે છે. નૂરજહાંના આંબા માં  જાન્યુઆરીથી ફુલ (મોર) આવવાનો શરૂ થાય છે. જૂનમાં તે પાકીને તૈયાર થાય છે. નૂરજહાં કેરીની એક ફૂટ સુધી લાંબી હોય છે. તેની ગોઠલીનું વજન 150થી 200 ગ્રામ હોય છે. કેરીની ખેતી નિષ્ણાત ઇશાક મંસૂરનું કહેવું છે કે, આ વર્ષે કેરીનું સારૂ ઉત્પાદન થયું છે. જો કે કોવિડ-19ની મહામારીની માઠી અસર તેના વેચાણ પર પડી છે. 2020માં પ્રતિકૂળ જળવાયુ પરિસ્થિતિના કારણે પાક સારો ન હતો થયો,  2019માં સારો પાક ઉતર્યો હતો ત્યારે એક કેરીનું વજન 2.75 થી 3 કિલોગ્રામ હતુ અને એક કેરી ની કિંમત 1200 રૂપિયા સુધીની હતી.

ગયા વર્ષે આંબા પર મોર આવ્યા નહોતા:

કાઠીવાડા  નૂરજહા કેરીના બાગવાની વિશેષજ્ઞ ઈશાક મંસૂરીએ જણાવ્યું કે આ વખતે નૂરજહા કેરીની ઉપજ મબલખ થઈ છે પરંતુ કોરોનાને કારણે થોડી અસર પડી છે. ગયા વર્ષે આંબા પર મોર જ આવ્યાં નહોતા તેને કારણે જેટલુ જોઈએ તેટલું ઉત્પાદન થઈ શક્યું નહોતું. જેને કારણે શોખીનો  આ કેરીના મીઠાં  સ્વાદથી વંચિત રહેવુ પડ્યું હતું. 

Exit mobile version