Site icon Gramin Today

“સૌરાષ્ટ્રના શાયર”નો આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સાહિત્યને અને ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યુ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, આહવા, ડાંગ

ડાંગ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવનારા મૂળ સાયલા (સુરેન્દ્રનગર)ના શ્રી પ્રવિણસિંહ. વી. પરમાર ઉર્ફે “સૌરાષ્ટ્રનો શાયર” ઉપનામ થી ઓળખ બનાવનાર શાયરએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સાહિત્યને અને ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યુ:

આહવા: તા: ૧૭: ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, આણંદના ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુમનિટીસ એન્ડ સોશ્યલ સાયન્સ વિભાગ તથા HSS અને I2IM ઘટક દ્વારા સાંપ્રત “કોરોના” મહામારીના સમયમાં ગત તા. ૪-જુલાઇ-૨૦૨૦ થી તા. ૦૧-ઓગસ્ટ-૨૦૨૦ દરમિયાન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ઓનલાઇન આંતરાષ્ટ્રીય કવિતા લેખન સ્પર્ઘા “તુજે દેખા તો યે ખ્યાલ આયા” નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિશ્વના વિવિઘ દેશોમાં વસતા કવિતા પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીઘો હતો. આ સમગ્ર સ્પર્ઘામાં બઘી મળી કુલ આશરે ૭૦૦ જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ સ્પર્ઘામાં ડાંગ જિલ્લાની કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી શ્રી પ્રવિણસિંહ. વી. પરમાર (સૌરાષ્ટ્રનો શાયર) એ પણ ભાગ લીઘો હતો. તાજેતરમાં નિર્ણાયક ટીમ દ્વારા આ સ્પર્ઘાનું પરિણામ જાહેર કરી વિજેતાઓને પ્રમાણ૫ત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ આંતરાષ્ટ્રીય સ્પર્ઘામાં ગુજરાતી ભાષા કેટેગરીમાં શ્રી પ્રવિણસિંહ પરમારે ૩જો ક્રમાંક મેળવી સાહિત્યક્ષેત્રે ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શ્રી પરમાર છેલ્લા વીસેક વર્ષથી ગુજરાતી સાહિત્યમાં “પદ્ય લેખન”માં તેમની લેખન કળા પીરસી રહ્યા છે. પાંચેક વર્ષથી વધુ સમયથી ડાંગ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવનારા મૂળ સાયલા (સુરેન્દ્રનગર)ના શ્રી પ્રવિણસિંહ. વી. પરમાર ઉર્ફે “સૌરાષ્ટ્રનો શાયર” એ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સાહિત્યને અને ડાંગ જિલ્લાને ગૌરવ અપાવીને ડાંગ જિલ્લાનો “ડંકો” વગાડ્યો છે.

Exit mobile version