Site icon Gramin Today

સાધારણ સભા બોલાવવાની મુદ્દત તા.૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લંબાવવાનો રાજ્ય સરકારનો હુકમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુ માહલા 

સાધારણ સભા બોલાવવાની મુદ્દત તા.૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે કર્યો અતિ મહત્વનો  હુકમ :

આહવા: તા: ૩૦: ધી ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ની કલમ-૭૭ મુજબ પ્રત્યેક નાણાંકિય વર્ષ પૂર્ણ થયા બાદ છ માસની અવધિમાં, રાજ્યની સહકારી મંડળીઓએ તમામ સભ્યોની ઉપસ્થિતિમા સામાન્ય સભા બોલાવવાની હોય છે. જે મુજબ તમામ મંડળીઓએ તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી વાર્ષિક સાધારણ સભાનું ફરજિયાત આયોજન કરવાનું થાય છે.

પરંતુ પ્રવર્તમાન “કોવિડ-૧૯” ની સ્થિતિ અને “અનલોક-૩” ની અમલી માર્ગદર્શિકા ની પરિસ્થિતિ જોતા, સહકારી મંડળીઓને આવી સભા બોલાવવાની જોગવાઈમાંથી મુક્તિ આપી, તેની મુદ્દત તા.૩૧/૩/૨૦૨૧ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જેની રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લાની સહકારી મંડળીઓને પણ નોંધ લેવા મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી એસ.ડી.ભોયે એ એક અખબારી યાદીથી જણાવ્યું છે.

Exit mobile version