Site icon Gramin Today

સરકારે 43000 કરોડની બજાર લોન લીધી: ગુજરાત સરકાર પર દેવાનો આંકડો વધીને 4.12 લાખ કરોડને પાર:  

khabarchhe.com

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ચાલુ ઓડિટ વર્ષમાં સરકારે 43000 કરોડની બજાર લોન લીધી: ગુજરાત સરકાર પર દેવાનો આંક અધધ 4.12 લાખ કરોડને પાર, 

કુલ વસ્તી ની અંદાજિત વાત કરીએ તો ૬ કરોડ ગુજરાતીઓ પૈકી પ્રતિ વ્યકિત દિઠ નાં માથે કેટલાં દેવાનો ભાર આવે તે વિચારીને તમારું માથું દુખવા લાગશે.. કારણ કે આપણા સમગ્ર બજેટ કરતા તો દેવું વધારે છે, જો ગુજરાત સરકાર ફક્ત વ્યાજ ચુકવે તો પણ તે ચુકવતા દોઢ વર્ષ જેટલો લાંબો  સમય લાગે, 

અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા પચીસ વર્ષો થી રાજ્યમાં ભાજપા સરકાર બહુમતી દ્વારા શાશન કરે છે, ૨૦૧૯માં  ગુજરાત સરકારનું  દેવું અંદાજિત ૨.૯૮ લાખ કરોડ   હતુ અને આજે  વધીને  રૂપિયા ૪.૧૨ લાખ કરોડ  થઈ ગયું આ વર્ષોમાં થયેલાં વિકાસ ને પણ નજર અંદાજ કરી શકાય તેમ નથી પરંતુ રાજ્ય અને કેન્દ્ર ની ડબલ એન્જીન સરકારે  “દેવું કરીને પણ ઘી ખાવું” જેવા હાલ  વિક્શિત ગુજરાત  રાજ્ય ના કર્યા  છે, 

CAG દ્વારા વિધાનસભામાં છેલ્લા દિવસે રજૂ થયેલા રાજ્ય સરકારના 31મી માર્ચ 2023માં પુરા થતાં વર્ષના નાણાકીય હિસાબોના ઓડિટના રિપોર્ટ પ્રમાણે કરજ અને જવાબદારીઓના રજૂ થયેલા પત્રકમાં કરેલ ઉલ્લેખ મુજબ ગુજરાત સરકાર પર દેવાનો આંક 4.12 લાખ કરોડને પાર, ઓડિટના વર્ષમાં સરકારે 43000 કરોડની બજાર લોન લીધી છે.  

ગુજરાત સરકારના દેવું અને અન્ય જવાબદારીનો આંકડો વધીને 412378.26 લાખ કરોડ સુધી ૫હોંચી ગયો છે, જે પૈકી સરકારી દેવાની રકમ 325273 કરોડ થાય છે. કેન્દ્ર તરફથી ગુજરાતને મળેલી લોન અને પેશગીનો આંકડો 35458 કરોડ થવા જાય છે જ્યારે અન્ય જવાબદારીઓની રકમ 51647 કરોડ થઈ છે.

ભારતના કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા વિધાનસભામાં છેલ્લા દિવસે રજૂ થયેલા રાજ્ય સરકારના 31મી માર્ચ 2023માં પુરા થતાં વર્ષના નાણાકીય હિસાબોના ઓડિટના રિપોર્ટ પ્રમાણે કરજ અને જવાબદારીઓના રજૂ થયેલા પત્રકમાં ઓડિટના વર્ષમાં સરકારે 43000 કરોડની બજાર લોન લીધી છે, જ્યારે 14700 કરોડ રૂપિયાની લોન ભરી પણ  છે. 31મી માર્ચ 2023ના અંતે બજાર લોનનો આંકડો 283057 કરોડ સુધી પહોંચ્યો હતો.

સરકારે કરજ અને જવાબદારીઓમાં એક વર્ષમાં કુલ 117751.56 કરોડનો વધારો કર્યો છે, જ્યારે 86170.83 કરોડ ભરપાઈ કરી છે. છેલ્લા બે વર્ષના તફાવતમાં જોઈએ તો 2021-22માં સરકારનો બાકી દેવા અને જવાબદારીઓનો આંકડો 380797.53 કરોડ હતો જેમાં 2022-23ના વર્ષમાં 31580 કરોડનો વધારો થયો છે. ઓડિટના વર્ષમાં સરકારે જાહેર દેવું, નાની બચત અને ભવિષ્ય નિધિ વિગેરેમાં 24224.85 કરોડ તેમજ અન્ય જવાબદારીઓમાં 1128.83 મળીને 25353.68 કરોડનું વ્યાજ ચૂકવ્યું છે.

Exit mobile version