Site icon Gramin Today

સમગ્ર દેશભરના નાગરિકોને રક્ષિત કરવા માટે ગતરોજ રસીકરણના 100 કરોડ કોવિડ વેક્સિનના ડોઝ આપવાની વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

કોરોનાની વૈશ્વિક મહામારી સંદર્ભે સમગ્ર દેશભરના નાગરિકોને રક્ષિત કરવા માટે ગતરોજ રસીકરણના 100 કરોડ કોવિડ વેક્સિનના ડોઝ આપવાની વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.


રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મીઓ અને કોરોના વૉરિયર્સના સન્માન માટે આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા પોલીસ વડાશ્રીની ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડની હાજરીમાં કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.


જે અન્વયે આજ રોજ તાપી જિલ્લાના વ્યારા સ્થિત અર્બન હેલ્થ સેન્ટર ઉપર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હર્ષદ પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક સંજય રાયના માર્ગદર્શન હેઠળ પોલીસ બેન્ડ દ્વારા સંગીતના માધ્યમ થકી સલામી આપીને જિલ્લાના આરોગ્ય કર્મીઓ અને કોરોના વૉરિયર્સનું પુષ્પગુચ્છ આપી સન્ન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓ દ્વારા અર્બન હેલ્થ સેન્ટર સહિત જિલ્લાના તમામ 40 પીએચસી, 6 સીએચસી, 2 સબ સેંટર અને જનરલ હોસ્પીટલ ઉપર રંગોળી અને દિવળા પ્રજવલીત કરી શુશોભન કરવામાં આવ્યું હતું.

Exit mobile version