Site icon Gramin Today

વાગલખોડ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ સર્જનકુમાર

પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ;

૨,ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતીની ઉજવણી પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે કરવામાં આવી હતી, જેમાં સરકારના પરિપત્ર મુજબ મુખ્યમંત્રી ગ્રામ્ય અસ્મિતા નિબંધ લેખન માં 15 થી 30 વર્ષના યુવાનોએ ભાગ લીધો તેમજ પૂજ્ય બાપુના ફોટાને ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સભ્યો શાળાના શિક્ષકો અને બાળકોએ ફૂલ અર્પણ કર્યા તેમજ સુતરની આંટી પહેરાવી પૂજ્ય બાપુની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

 આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી કમળાબેન.યુ.વસાવા ડેપ્યુટી સરપંચ રમીલાબેન, ગ્રામ પંચાયત સભ્ય કૌશલ્યાબેન, શાળાના શિક્ષક કાલિદાસભાઈ, જશુબેન, મધ્યાન ભોજન સંચાલક પ્રેમીલાબેન, શાળાના બાળકો ઉપસ્થિત રહી બાપુજીની ૧૫૨ મી જન્મ જયંતી ખૂબ ધામધૂમથી ઉજવી હતી, તેમજ ચોકલેટ વહેંચી અને શાળાની દીકરીઓએ બાપુના ફોટા સમક્ષ સત્યના માર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ શાળાના આચાર્ય શ્રી કાલિદાસભાઈએ પૂજ્ય બાપુના જીવનના પ્રસંગો વિદ્યાર્થીઓને કહ્યા હતા.

Exit mobile version