Site icon Gramin Today

રોજગારી માટે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંકપત્રો તથા ઇ-શ્રમ કાર્ડનું વિતરણ કરાયુ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

સુશાસન સપ્તાહ ઉજવણી: 

નવસારી ખાતે રોજગારી માટે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંકપત્રો તથા ઇ-શ્રમ કાર્ડનું વિતરણ કરાયુ, 

સરકારી નોકરી સિવાય અન્યક્ષેત્રોમાં પણ રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ છે :- બિન અનામત વર્ગોના આયોગના ઉપાધ્યક્ષ શ્રી રશ્મિભાઇ પંડયા

 નવસારીઃ સુશાસન દિવસ ઉજવણી કાર્યક્રમ અન્વયે રોજગાર એનાયત પત્ર, એપ્રેન્ટીસ કરાર પત્ર તથા શ્રમકાર્ડ નોîધણી તથા વિતરણ કાર્યક્રમ શ્રી રામજી મંદિર હોલ, નવસારી ખાતે ગુજરાત રાજય બિન અનામત વર્ગોના આયોગના ઉપાધ્યક્ષ શ્રી રશ્મિભાઇ પંડયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

 આ પ્રસંગે ઉપાધ્યક્ષ શ્રી રશ્મિભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, તા.૨૫ મી ડિસેમ્બરથી ૩૧ મી ડિસેમ્બર-૨૦૨૧ સુધી સુશાસન સપ્તાહની ઉજવણી રાજયભરમાં ચાલી રહી છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ૫૦૦ જેટલા એપ્રેન્ટીસને રોજગારી અપાશે. રોજગારવાંચ્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો પૂરી પાડવા માટે સમયાંતરે ભરતીમેળાનું આયોજન પણ કરવામાં આવે છે. સરકારી નોકરી કયારેય અંતિમ ધ્યેય ન હોવું જાઇએ. સરકારી નોકરી સિવાય અન્યક્ષેત્રોમાં પણ રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ છે. ગુજરાત રાજયમાં સારા કારીગરની અછત છે. જેથી કોઇપણ હુન્નર શીખીને રોજગારી મેળવી શકાય છે. રોજગારી માટે પસંદગી પામેલા ઉમેદવારોને ઉપાધ્યક્ષશ્રીએ અભિનંદન પાઠવ્યા હતાં.

 આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, રાજય સરકાર છેવાડાના માનવીની ચિંતા કરી રહી છે. તેઓને વ્યકિતગત લાભ મળે તે હેતુસર મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુશાસન દિવસની ઉજવણી થઇ રહી છે. નવસારીમાં પણ ડાયમન્ડક્ષેત્રે રોજગારી પૂરી પાડી છે સાથે અન્ય કંપનીઓ પણ યુવાઓ માટે રોજગારી પૂરક છે. યુવાનોને પોતાની પાત્રતા મુજબ દરેક ક્ષેત્રમાં રોજગારી મળી રહે છે. કોરોના કાળમાં પણ રોજગારી ગુમાવી ચૂકેલા ઉમેદવારોને ડીજીટલ માધ્યમથી રોજગારી પૂરી પાડવાનો નવતર અભિગમ રાજય સરકારે અમલમાં મૂકયો છે.

 આ અવસરે રોજગાર કચેરીના હેતલબેને અનુબંધમ મોબાઇલ એપ તથા પોર્ટલ વિશે યુવાઓને વિગતવાર જાણકારી આપી હતી. રોજગારી માટે પસંદગી પામેલા ઉમેદવારોને ઉપાધ્યક્ષશ્રી તથા મહાનુભાવોના હસ્તે નિમણૂંકપત્રો તથા ઇ-શ્રમ કાર્ડનું વિતરણ કરાયું છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે દસ્તાવેજી ફિલ્મના માધ્યમથી માહિતી પૂરી પાડવામાં આવી હતી.તેમજ રાજયકક્ષાના કાર્યક્રમનું જીવતં પ્રસારણ ઉપસ્થિત તમામ લોકોએ નિહાળ્યું હતું.

 કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા રોજગાર અધિકારી શ્રી એન.આર.દવેએ મહેમાનોને આવકારી પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. આભારવિધિ બીલીમોરા આઇ.ટી.આઇ.ના આચાર્ય શ્રી કે.એ.પટેલે આટોપી હતી.

 આ પ્રસંગે નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઇ શાહ, શ્રી જીગ્નેશભાઇ દેસાઇ, સામાજીક ન્યાય સમિતિના શ્રી અરવિંદભાઇ પાઠક, શાસકપક્ષના નેતા શ્રી મુકેશભાઇ અગ્રવાલ, જલાલપોર પ્રાંત અધિકારીશ્રી તૃપ્તિબેન, સહિત રોજગારવાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહયાં હતાં.

Exit mobile version