Site icon Gramin Today

રાષ્ટ્રિય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધા યોજાઈ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

જાનકી આશ્રમ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાષ્ટ્રિય બાલિકા દિવસની ઉજવણીના ભાગ રૂપે નિબંધ સ્પર્ધા યોજાઈ;

“બેટી બચાવો બેટી પઢાઓ ” અને “નારી તું નારાયણી” વિષયો પર નિબંધ સ્પર્ધા યોજાઇ;

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા મહિલા શક્તિ કેન્દ્રના મહિલા બાળ અધિકારીશ્રી હસીનાબેન મન્સૂરીના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૪/૦૧/૨૦૨૨ ના રોજ રાષ્ટ્રિય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી. જે રૂપાલ બી. ગજજર વિદ્યા મંદિર (જાનકી વિદ્યાલય) માં સ્કૂલની દીકરીઓ દ્વારા નિબંધ સ્પર્ધા “બેટી બચાવો બેટી પઢાઓ ” અને નારી તું નારાયણી વિષયો સાથે કુલ 80 દીકરીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ સ્કૂલના આચાર્યશ્રી પરેશભાઈ સિસોદિયા અને જિલ્લા મહિલા શક્તિ કેન્દ્રના જિલ્લા કોર્ડીનેટર કૃષિકાબેન વસાવા અને સ્કૂલના શિક્ષકો દ્વારા કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ ક્રમે વસાવા ભૂમિકાબેન છત્રસિંગભાઈ, દ્વિતીય ક્રમે મમતાબેન મુકેશભાઈ, તૃતીય ક્રમે સુનિતાબેન રમણભાઈ આવ્યા હતા.

Exit mobile version