Site icon Gramin Today

રાષ્ટ્રપતિ આજે સિવિલ ઇન્વેસ્ટિચર સમારોહ-1માં વર્ષ 2022 માટે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

ભારતના રાષ્ટ્રપતિ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઇન્વેસ્ટિચર સમારોહ-1માં વર્ષ 2022 માટે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરશે: 

પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એમ ત્રણ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં ગુજરાત રાજ્ય થી ૭ નામો રાષ્ટ્રીય સન્માન માટે  નોમીનેટ કરવામાં આવ્યા છે, 

સ્વામી સચ્ચિદાનંદ(ધાર્મિક ગુરૂ) પદ્મ ભૂષણ
ડૉ લતા દેસાઈ(મેડિસીન) પદ્મ શ્રી
માલજી દેસાઈ( સમાજ સેવા ) પદ્મ શ્રી
ખલીલ ધનતેજવી( લેખક) પદ્મ શ્રી
સવજી ધોળકીયા( સામાજિક કાર્યકર) પદ્મ શ્રી
જયંત વ્યાસ( સાયન્સ અને એન્જિ) પદ્મ શ્રી
રમીલાબેન ગામિત(સામાજિક કાર્યકર) પદ્મ શ્રી

કોણ છે રમીલાબેન ગામિત?

  • 2014થી સામાજિક કાર્ય સાથે જોડાયેલા હતા,
  • દક્ષિણ ગુજરાતની ૫૦૦૦થી વધુ સખી મંડળની બહેનોના લીડર છે,  
  • સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અગાઉ પણ તેમને પ્રધાનમંત્રીના હસ્તે “સ્વચ્છતા અભિયાનનો” એવોર્ડ મળ્યો હતો,
  • ટાપરવાડા ગામને સૌપ્રથમ સોચમુક્ત ગામ બનાવ્યું હતું,
  • હાલ તાલુકા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિ છે,

ભારતના રાષ્ટ્રપતિ, શ્રી રામનાથ કોવિંદજી આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સિવિલ ઇન્વેસ્ટિચર સમારોહ-1માં વર્ષ 2022 માટે બે પદ્મ વિભૂષણ, આઠ પદ્મ ભૂષણ અને 54 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરશે. આજના ઇન્વેસ્ટિચર સમારોહમાં અગ્રણી પુરસ્કારોમાં પદ્મ વિભૂષણ પ્રાપ્તકર્તાઓ હશે; શ્રી રાધે શ્યામ અને જનરલ બિપિન રાવત (મરણોત્તર). શ્રી ગુલામ નબી આઝાદ, શ્રીમતી ગુરમીત બાવા (મરણોત્તર), શ્રી એન. ચંદ્રશેખરન, શ્રી દેવેન્દ્ર ઝાઝરિયા, શ્રી રશીદ ખાન, શ્રી રાજીવ મેહર્ષિ, ડૉ. સાયરસ પૂનાવાલા અને શ્રી સચ્ચિદાનંદ સ્વામી જેમને પદ્મ ભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થશે. સિવિલ ઇન્વેસ્ટિચર સેરેમની -II 28 માર્ચે યોજાવાની છે. 

પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એમ ત્રણ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે જેવી પ્રવૃત્તિઓના વિવિધ વિદ્યાશાખા/ક્ષેત્રોમાં આપવામાં આવે છે. ‘પદ્મ વિભૂષણ’ અપવાદરૂપ અને વિશિષ્ટ સેવા માટે એનાયત કરવામાં આવે છે. ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે ‘પદ્મ ભૂષણ’ અને કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે ‘પદ્મશ્રી’ અપાય છે. દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. 

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાતા ઔપચારિક સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે કુલ 128 પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવી રહ્યા છે, જેમાં બે ડ્યૂઓ કેસનો સમાવેશ થાય છે (એક ડ્યૂઓ કેસમાં, એવોર્ડને એક તરીકે ગણવામાં આવે છે). પુરસ્કારોની યાદીમાં ચાર પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 107 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પુરસ્કાર મેળવનારાઓમાં 34 મહિલાઓ છે અને યાદીમાં વિદેશી/NRI/PIO/OCIની શ્રેણીમાંથી 10 વ્યક્તિઓ અને 13 મરણોત્તર પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે. 

Exit mobile version