Site icon Gramin Today

મેરી મિટ્ટી મેરા દેશ નિમિતે નેહરુ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા પીઆઈબી અમદાવાદ ખાતે કાર્યક્રમનું આયોજન: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

મેરી મિટ્ટી મેરા દેશ નિમિતે નેહરુ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા પીઆઈબી અમદાવાદ ખાતે કાર્યક્રમનું આયોજન: 

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ ચાલતા નહેરુ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા આજે પીઆઈબી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અને હિન્દી પખવાડા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ  કાર્યક્રમ હેઠળ પ્રધાનમંત્રી શ્રીએ આપેલ પંચ પ્રણો પર શપથ પણ લેવામાં આવ્યા હતા અને હાલમાં ચાલી રહેલ સરકારશ્રીના કાર્યક્રમ મેરી માટી, મેરા દેશ ફેઝ-2.0, અંતર્ગત ઘરે-ઘરેથી એકત્રિત કરવામાં આવેલ માટીમાં સહયોગ આપવા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના કર્મચારી અને અધિકારીઓને આહ્વાન કરવામાં આવ્યું હતું.

દેશની આઝાદીમાં શહીદી વહોરનારા આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવા સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાન મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત દેશના દરેક રાજ્યના પ્રત્યેક જિલ્લામાં જે આપણા શહિદો છે, જેઓને દેશના નાગરિકો નથી જાણતા એવા અનસંગ હિરોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના ગુજરાત રીઝનના અપર મહાનિદેશક શ્રી પ્રકાશ મગદુમ, નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગરના નિદેશક શ્રીમતી મનિષાબેન શાહ, કેન્દ્રીય સંચાર બ્યૂરો, અમદાવાદના નાયબ નિયામક શ્રી ચિરાગ ભોરાણીયા તથા પીઆઈબી, સીબીસી અને પ્રકાશન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના નાગરિકો નથી જાણતા એવા અનસંગ હિરોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. 

Exit mobile version