Site icon Gramin Today

મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે આજે ડાંગ જિલ્લામાં ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનનો પ્રારંભ કરાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ,  રામુભાઈ માહલા 

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન, જિલ્લો ડાંગ:

મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે આજે ડાંગ જિલ્લામાં ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનનો પ્રારંભ કરાયો:

ગોંડલવિહિર પ્રાથમિક શાળામા મંત્રીશ્રીએ વીરોને વંદન કર્યા :

અભિયાનના પ્રથમ દિવસે ડાંગ જિલ્લાના ૨૦ ગામોમાં યોજાયા કાર્યક્રમો :

આહવા: સમસ્ત રાષ્ટ્રમાં શરૂ થઈ રહેલા ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત આજ રોજ ડાંગ જિલ્લામાં રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે આહવા તાલુકાની ગોંડલવિહિર પ્રાથમિક શાળામા ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનનો પ્રારંભ કરવામા આવ્યો હતો.

ગોંડલવિહિર પ્રાથમિક શાળાના પટાંગણમા મંત્રીશ્રીએ શિલાફલકમનુ સમર્પણ, પંચ પ્રતિજ્ઞા, સેલ્ફી, વસુધા વદંન, વીરોને વંદન તેમજ ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કર્યુ હતુ.

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનનો પ્રારંભ કરાવતા નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે, આપણો ભારત દેશ ક્યા છે, અને આવનાર દિવસોમા ક્યા જવાનો છે તે સંદેશો આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ કાર્યક્રમની શરૂઆત કરી છે. વડાપ્રધાન શ્રી મોદીએ દેશનો સર્વાગી વિકાસ કરવાની નેમ લીધી છે. ભારતને G-20 નુ પ્રમુખ પદ મળ્યું છે. જેનુ શ્રેય વડાપ્રધાનશ્રીને જાય છે, તેમ શ્રી કનુભાઇ દેસાઇએ આ પ્રસંગે જણાવ્યુ હતુ.

વધુમા તેઓએ જણાવ્યું હતું કે ભારત દેશ સોનાની ચીડિયા તરીકે ઓળખાતો હતો. આ ભારતની ભુમીને આઝાદ કરવા માટે બિરસામુંડા, ભીલ રાજાઓ, દેશના સ્વત્રંતા સેનાનીઓ તેમજ દેશના લડવૈયાઓનો અમુલ્ય ફાળો રહ્યો છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિતે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, સમગ્ર વિશ્વમા માત્ર ભારત દેશને માતા તરીકે ઓળખવામા આવે છે ત્યારે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત વડાપ્રધાન શ્રી મોદી દેશની રક્ષા કરવા વાળા વિર સૈનિકોની યાદ કરવાની સાથે દેશની ભૂમિને નમન કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું.

ગોંડલવિહિર ગામના વીર એવા શ્રીમાન  કાશીરામભાઈને પ્રમાણપત્ર તેમજ શાલ ઓઢાઢીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનનો પ્રારંભ સાથે કાર્યક્રમના પ્રથમ દિવસે આહવા તાલુકાના ૭ ગામો, વઘઇ તાલુકાના ૬, અને સુબીર તાલુકાનાં ૭ ગામો મળી કુલ-૨૦ ગામોમાં કાર્યક્રમો યોજાયા હતા.

આજરોજ આહવા તાલુકાના ગોંડલવિહિર, દિવાનટેબ્રુન, બોરખલ, પીંપરી, બારીપાડા, વાંગણ, અને હારપાડા ગામે કાર્યક્રમો યોજાયા હતા.

જ્યારે વઘઇ તાલુકાના ભાલખેત, ચિચોંડ, દગડીઆંબા, દગુનિયા, ઝાવડા, અને માછળી ગામે તથા સુબીર તાલુકાના મહાલ, નકટિયાહનવત, શિંગાણા, કેશબંધ, ખાંભલા, માળગા, અને સેપુઆંબા ગામે ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.

આ તમામ ગામોમાં ‘અમૃત વાટિકા’ ના નિર્માણ સાથે ‘’શિલા ફલકમ’ લગાવી, ‘પંચ પ્રણ’ પ્રતિજ્ઞા લેવા સાથે ‘વસુધા વંદન’ અને ‘વીરોને વંદન’ ના કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.

ગોંડલવિહિર પ્રાથમિક શાળામા ડાંગ જિલ્લા કલેક્ટર  મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી  આર. એમ. ડામોર, જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા, અધિક કલેક્ટર  શિવાજી તબીયાડ, ભાજપ સંગઠન પ્રભારી  રાજેશ દેસાઈ, ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ  કિશોર ગાવિત, આહવા વઘઈ તાલુકાના પ્રમુખ, પધાધીકારીઓ, સ્થાનિક આગેવાનો, સહિતના વહીવટી અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, ગ્રામજનો તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર નાયબ જિલ્લા વિકાસ અધિકારી  યોગેશ જોશીએ કાર્યક્રમનુ સમાપન કર્યુ હતુ.

Exit mobile version