Site icon Gramin Today

નર્મદા જિલ્લામાં ICDS ધ્વારા હાથ ધરાયેલી પોષણ માહ-૨૦૨૧ ની ઉજવણી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લામાં આઇ.સી.ડી.એસ ધ્વારા હાથ ધરાયેલી પોષણ માહ-૨૦૨૧ ની ઉજવણી;

             રાજપીપલા, સોમવાર:- નર્મદા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ધ્વારા સપ્ટેમ્બર માસમાં સાપ્તાહિક થિમ પર નર્મદા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાના માર્ગદર્શન હેઠળ પોષણ માહની હાથ ધરાયેલી ઉજવણીના ભાગરૂપે પ્રથમ સપ્તાહમાં પોષણ વાટિકા સંદર્ભે આંગણવાડી કેન્દ્રો, શાળાઓ અને જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરાશે. બીજા સપ્તાહમાં સમૂહમાં યોગ કરાશે. ત્રીજા સપ્તાહ દરમિયાન આંગણવાડીમાં પોષણ કીટનું વિતરણ કરવા ઉપરાંત કુપોષણ માટે માર્ગદર્શન આપવામાં આવશે. ચોથા સપ્તાહમાં અતિ કુપોષિત બાળકોને શોધીને પોષણયુક્ત ખોરાક પહોંચાડવામાં આવશે. નર્મદા જિલ્લાની ૯૫૨ આંગણવાડી કેન્દ્રોમાં આ કામગીરી કરાશે, તેમ પ્રોગ્રામ ઓફીસરશ્રી ICDS, જિલ્લા પંચાયત, નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Exit mobile version