Site icon Gramin Today

દેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે કાર્યક્રમ નું આયોજન:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

દેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે “મેરી માટી મેરા દેશ અભિયાન” અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધા તથા વીરો ને વંદન કાર્યક્રમ નું આયોજન કરાયું: 

 દેડીયાપાડા ખાતે આવેલ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે કોલેજના આચાર્યશ્રી ડો. અનીલાબેન કે. પટેલ ની અધ્યક્ષતામાં “મેરી માટી મેરા દેશ અભિયાન” અંતર્ગત દેશભક્તિ ગીત ની સ્પર્ધા તથા વીરોને વંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન એવા ઓફિસર ભરતભાઈ વસાવા (Ex.Indian Army) ને વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે આ અભિયાન અંતર્ગત પંચપ્રાણ પતિજ્ઞા પણ વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવી હતી. ત્યારબાદ પોતાની દેશભક્તિને રજૂ કરતી કુલ 12 કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમાંક વસાવા સાનિયાબેન સીતારામભાઈ દ્વિતીય ક્રમાંક વસાવા હેમલતાબેન સોમાભાઈ અને સરિતાબેન વસાવા કાંતિલાલ અને તૃતીય ક્રમાંક વસાવા દિવ્યાબેન અશ્વિનભાઇ એ પ્રાપ્ત કર્યો હતો.

આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ઇતિહાસ વિભાગના અધ્યાપિકા અનિશાબેન વસાવા તથા ગીત સંગીતની તાલીમ આપવા માટે જાણીતા વિશાલભાઈ વસાવા એ પોતાની ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમની સાથે મનગમતા ગીતોનો કાર્યક્રમ મ્યુઝિકલ મોર્નિંગ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 33 જેટલી કૃતિઓ રજૂ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. અંતે રાષ્ટ્રગાન કરીને કાર્યક્રમનો પુરો કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન અધ્યાપક ડો. પ્રફુલભાઈ ગામીત અને મહેશકુમાર વસાવા તથા સાથી વિદ્યાર્થીઓ વસાવા સુનિલભાઈ, વૈષ્ણવ કોમલ, રાજપુરોહિત હિતેશભાઇ અને વસાવા પ્રિયંકાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: સર્જન.વસાવા, દેડીયાપાડા

Exit mobile version