Site icon Gramin Today

31 ઓક્ટોમ્બરે પી.એમ.મોદી એકતા પરેડમાં આવવાના હોવાથી કેવડિયા તરફના માર્ગની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપળા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આગામી 31 ઓક્ટોમ્બરે રાષ્ટ્રીય એકતા પરેડ માટે પી.એમ મોદી આવનાર હોય વહીવટી તંત્ર હાલ એ તરફ કામે લાગ્યું છે, ત્યારે ત્યાં કોઈ બાબતની ક્ષતિ ન જણાય તે માટે ખાસ તકેદારી લેવાઈ રહી હોય, હાલ કેવડિયા તરફ જતા રસ્તા નું કામ આજથી શરૂ કરાયું છે, ઘણા સમય થી ચોમાસા દરમિયાન ખખડધજ થઈ ગયેલા માર્ગોની મરામતનું કામ હાલ તંત્ર યુદ્ધના ધોરણે કરી રહેલુ જોવા મળે છે, જોકે પી.એમ.મોદી આ તરફ આવવાના હોવાથી તે તરફના લોકોને ખખડધજ માર્ગો પરથી પસાર થવા માંથી હવે મુક્તિ જરૂર મળશે.

Exit mobile version