Site icon Gramin Today

15 મું નાણાપંચ અંતર્ગત તાલુકા કક્ષાએ નિમણુક પામેલ કોમ્પ્યુટર ઓપરેટર ને ચાર મહિનાનો પગાર મળ્યો નથી :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગ જિલ્લાના આહવા, સુબીર અને વઘઈ તાલુકાનાં 15 મું નાણાપંચ અંતર્ગત તાલુકા કક્ષાએ નિમણુક પામેલ ત્રણ કોમ્પ્યુટર ઓપરેટર ને ચાર મહિનાનો પગાર ચૂકવવામાં આવેલ નથી

ત્રણ કોમ્પ્યુટર ઓપરેટર ને ચાર-ચાર મહિનાનો પગાર મળ્યો નથી…!!  નોબેલ કોર્પોરેશન, વ્યારા ની એજન્સી દ્વારા કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવવા માટે ઓર્ડર આપવામાં આવેલ હતો. 

(૧) પટેલ રાહુલભાઈ અશોકભાઈ સુબીર તાલુકો,(૨) ચોર્યા દર્શનાબેન દીપકભાઈ વઘઈ તાલુકો (૩ ) વળવી ઉષાબેન મગનભાઈ તાલુકો આહવા નાં ઓને એપ્રીલ ૨૦૨૨થી જુલાઇ ૨૦૨૨ આમ ચાર મહિનાનો પગાર આજદિન સુધી  ચૂકવવામાં આવતા હવે લડી લેવાના મુડ માં…!!
ગત ઓગસ્ટ ૨૦૨૧ થી પંદર મુ નાણાપંચ અંતર્ગત ત્રણેય તાલુકા પંચાયત કચેરીએ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા જેઓને નોબેલ કોર્પોરેશન વ્યારા ની એજન્સી દ્વારા કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવવા માટે ઓર્ડર આપવામાં આવેલ હતો અનેતેઓને માસિક પગાર ધોરણ રૂપિયા ૯૪૩૨ /- ચૂકવવામાં આવતો હતો જે ઓર્ડર માર્ચ 2022 માં પૂર્ણ થઈ ગયેલ હોય અને તેઓને એ રીન્યુ ઓર્ડર માટે મળી જશે તેવું જાણ કરવામાં આવેલ નથી અને હજુ સુધી નવો ઓર્ડર પણ આપવામાં આવેલ નથી તથા જુલાઈ 2022 માસના મધ્ય ભાગથી તેઓ જિલ્લા પંચાયત કચેરી આહવા ખાતે આ બાબતે વારંવાર જાણ કરવામાં આવી છતાં હજુ સુધી તેઓને ચાર મહિનાનો પગાર ચૂકવવામાં આવેલ નથી જે બાબતને લઈને ત્રણે તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટરો જણાવી રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે અમારો ચાર મહિનાનો પગાર ચૂકવામાં નહી આવે તો અમારા હકના પગાર માટે જરૂર પડ્યે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ ત્રણેય કોમ્પ્યુટર ઓપરેટરોએ જણાવ્યું હતું. 

Exit mobile version