શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર
૧૮ વર્ષીય રૂખીને નશાખોર પિતાના ચુંગાલમાંથી છોડાવતી સુરત અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ:
સુરત: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈને ૧૮ વર્ષની યુવતીને પોતાના નશાખોર પિતાના ચુંગાલમાંથી બહાર કાઢી આપ્યું નવું જીવન. સુરત લંબે હનુમાન વિસ્તારથી એક અજાણી વ્યક્તિએ અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમા કોલ કરી જણાવ્યું કે, રોડ વચ્ચે એક વ્યક્તિ યુવતીને માર મારી રહ્યો છે. જેથી ઉમરા મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક પહોંચી યુવતી સાથે મારઝૂડ બંધ કરાવી હતી.
૧૮ વર્ષની રૂખી સાથે વાત કરતા જાણવા મળ્યું કે, માતાના મૃત્યુ બાદ તે તેના પિતા સાથે ગામથી સુરત મજૂરી કામ માટે આવેલી છે. રૂખીએ ધોરણ ૧૧ સુધી અભ્યાસ કર્યો છે તેની ઈચ્છા આગળ ભણવાની હતી. પરંતુ તેના પિતાએ અભ્યાસ છોડાવી તેને મજૂરી કામ માટે પોતાની સાથે સુરત લઇ આવ્યા હતા. પ્રતિદિન નશો કરી મારઝૂડ કરનાર પિતાના ચુંગાલમાંથી બચવા રૂખી અભયમના શરણે આવી હતી. જેથી વરાછા પોલીસ સ્ટેશન દ્વારા તેમને નારી સંરક્ષણ ગૃહમાં આશ્રય આપવામાં આવ્યો હતો જ્યાં તેના દાદા આવી તેને લઇ ગયા હતા.
વધુમાં રૂખી જણાવ્યું કે, હવે પિતા સાથે રહેવું નથી તેમજ પિતા વિરુદ્ધ આગળ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવી નથી. અભયમ ટીમે તેમના દાદા સાથે ચર્ચા કરી રૂખીને તેમની સાથે કાયમી રાખવા સંમત થયા હતા અને અભયમના અનુરોધથી આગળ અભ્યાસ કરાવવા માટે તૈયારી બતાવી હતી.
પિતાના ત્રાસથી કંટાળી રૂખીએ દાદા સાથે ગામ રહેવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ અભયમ ટીમે રૂખીના પિતાને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે હવે પછી કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કડક પગલા લેવામાં આવશે.