Site icon Gramin Today

૧૮૧-મહિલા હેલ્પલાઈન નવસારીની સમજાવટથી પ્રેગ્નેન્ટ મહિલાને તેની માતાને સોપ્યો કબજો: 

 શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશભાઈ ગાંવિત

૧૮૧ મહિલા હેલ્પલાઈન નવસારીની સમજાવટથી એક પ્રેગ્નેન્ટ મહિલાને તેની માતા/ વાલીને સોપેલ: 
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા માંથી થડૅ પાર્ટી દ્વારા  કોલ આવેલ કે મારી દીકરીને  યુવક દ્વારા મારપીટ કરવામાં આવી છે તો મદદ કરો: સદર  બનાવની વિગતે પૂછપરછ કરતાં નવસારી અભયમ્ મહિલા હેલ્પલાઈન ટીમને પૂજાબેન (નામ બદલેલ છે) જણાવેલ કે બે વર્ષથી અમે બંને લગ્ન વિના તે યુવક સાથે પતિ પત્ની ના સંબંધમાં રહીએ છીએ તે યુવક અને તેનો પરિવાર મને સારી રીતે રાખે છે પરંતુ થોડા દિવસો પહેલા મારી મમ્મી સાથે વાતચીત કરતી હતી અને મારી મમ્મી એ એક સંબંધી મિત્ર સાથે મારી વાત કરાવેલ જેથી તે યુવકને લાગેલ કે મારી માતા બીજા યુવક સાથે મિત્રતા કરાવવા માગે છે, ત્યારથી તે યુવક મારી સાથે ઝઘડો કરે છે, મારી પર વહેમ શંકા કરી દારૂ પીને આવી મારી સાથે બે દિવસથી મારપીટ કરેલ હું પ્રેગ્નેન્ટ છું મને ચોથો મહિનો છે જે કારણોસર મારી તબિયત બગડી હતી, જેથી મારી મમ્મી અને મારી માસી મને લેવા માટે આવેલ પરંતુ તેઓ સાથે ઝઘડો કરી ધક્કો મારી બહાર કાઢી મકેલ અગાઉ પણ મારુ મિસકેરેજ થઇ ગયેલ જેથી મને ડૉકટરે આરામ કરવા જણાવેલ છે, જેથી અભયમ્ ટીમે તે યુવકને સમજાવેલ કે મારઝૂડ કરે એ ગૂનો છે, પૂજાબેનની આ પરિસ્થિતિમાં કાળજી રાખવી એ તારી ફરજ છે તેઓ લગ્ન કરે અને વહેમ શંકા છોડી દે આ ઉપરાંત તે યુવકે પોતાની ભૂલ સ્વીકારી છે, અને પૂજાબેન તે મારી સાથે મારપીટ નહિં કરે અને આવી પરિસ્થિતિમાં પૂજાબેન તેની માતાને શોપવામાં આવેલ,  જેથી તેની માતાએ તથા પૂજાબેને  નવસારી ૧૮૧-અભયમ્ મહિલા હેલ્પલાઈન ટીમનો ખુબ અભાર વ્યક્ત કર્યો હતો.

Exit mobile version