Site icon Gramin Today

સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈને લોકોને રસીકરણ માટે જાગૃત્તિનો સંદેશ આપ્યો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર 

વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળના પ્રભુ સ્વામીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈને લોકોને રસીકરણ માટે જાગૃત્ત થવાં સંદેશ આપ્યો:

સુરત: કોરોના પ્રતિરોધક રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકોમાં વેક્સિનને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે લોકોમાં પ્રવર્તતી ગેરમાન્યતાને તોડતા વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળના સંતશ્રી પ્રભુ સ્વામીએ રસી મૂકાવી હતી. તેમણે વડોદરાના વરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. પ્રભુ સ્વામીએ લોકોને રસીકરણ માટે જાગૃત્ત થવાં સંદેશ આપતાં જણાવ્યું હતું કે, વેક્સિનની કોઈ આડઅસર થતી નથી. કોરોના મહામારીને મ્હાત આપવા સરકારને સહયોગ આપવો આપણી ફરજ છે. ભારતમાં ઘણા સમયથી કોવિડ-૧૯ વેક્સિન આપવાનું કાર્ય પ્રગતિમાં છે. જેથી કોરોનાને હરાવવા માટે તમામ લોકો આગળ આવે તેવી અપીલ કરી હતી.​​​​​​​ 

પ્રભુ સ્વામીને વરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. વસીમ ખત્રીએ વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યો હતો. સ્વામીજીએ ડો.કિરણ પરીખ, જયરાજભાઇ પાઠક, જયેન્દ્રભાઈ જાદવ વગેરે તમામ સ્ટાફની સેવા અને વિનમ્રતાને બિરદાવી હતી. આપણા પોતાના માટે અને પરિવારના સ્વાસ્થ્ય માટે પણ સૌએ કોવિડ-૧૯ રસીનો ડોઝ અવશ્ય લેવો જોઈએ. તેની કોઈ આડઅસર નથી, એટલે ચિંતા કર્યા વિના સ્વાસ્થ્ય રક્ષા અવશ્ય કરવી જોઈએ અને અન્યને પણ પ્રેરણા આપી ઉત્સાહિત કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

Exit mobile version