Site icon Gramin Today

સુરત મુકામે સ્વનિર્ભર સ્વદેશી અભિયાનની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યુ :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, સુરત નલિન ચૌધરી

તા. ૧૮-૦૯-૨૦૨૦ ના રોજ સુરત મુકામે સ્વનિર્ભર સ્વદેશી અભિયાનની કચેરીનું કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, આ અભિયાનના મુખ્ય ઉદ્દેશો આરોગ્ય, રોજગાર, કૃષિ, શિક્ષણ, પર્યાવરણ, જળ સંરક્ષણ, ભારતીય સંસ્કૃતિ અને સ્વનિર્ભર સ્વદેશી અભિયાન સતગુરૂશ્રી શ્રી સિદ્ધેશ્વર યોગી ભાર્ગવજીએ આરોગ્ય અને રોજગાર વિશેની ઝુંબેશ વિશે માહિતી આપી હતી અને રાષ્ટ્રીય આરોગ્ય સલાહકાર શ્રી વૈદ્ય યોગેશ વાનીજી દ્વારા આરોગ્ય અને લોકોને આરોગ્યપ્રદ કેવી રીતે રાખી શકાય તે અંગે સંસ્થાપક અને રાષ્ટ્રીય અઘ્યક્ષશ્રી મહેન્દ્રભાઇ બોલીવાલા દ્વારા માર્ગદર્શન આપ્યું હતું,  સુરત જિલ્લા યુવા મોરચાના પ્રમુખશ્રી પ્રકાશભાઇ ખોઇવાલ દ્વારા આ યુવાનો કેવી રીતે મજબુત બને છે અને રોજગાર કેવી રીતે મળે છે, તે વિશે અભિયાનના હેતુ વિશે માહિતી આપવામાં આવી હતી અને શ્રી દેવીદત્ત સ્વામીજી અને લક્ષ્મણભાઇ ખટીક હાજર રહ્યા હતા.

Exit mobile version