Site icon Gramin Today

 સાસંદ મનસુખ વસાવાના સમૅથનમા સાગબારા તાલુકાના ભાજપ પ્રમુખ સહિત ૨૯ જેટલા હોદ્દેદાર કાયૅકરોએ રાજીનામાં આપ્યા: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

સાગબારા તાલુકાના ભાજપ પ્રમુખ મોતીસીગભાઈ વસાવા સહિતના ૨૯ જેટલા હોદ્દેદારો કાયૅકરોએ આજે જિલ્લા ભાજપ પ્રમુખ ધનશયામ પટેલને મનસુખ વસાવાના રાજીનામાં ના સમૅથનમા રાજીનામાં ધરી દેવામાં આવ્યાં છે, ભરૂચ નમૅદા જિલ્લાના ભાજપ કાયૅકરોમાં સાસંદ મનસુખ વસાવાના રાજીનામાંના પગલે નારાજગી નો શોપો પડી ગયો છે, સાસંદ મનસુખ વસાવાના રાજીનમા થી કાયૅકરોએ તેમના સમૅથનમા રાજીનામાં આપવાનો દોર શરૂ થઈ ગયો છે, આજે સાગબારા તાલુકાના ભાજપ પ્રમુખ મોતીસીગ વસાવા સહિત ૨૯ જેટલા હોદ્દેદારો કાયૅકરોએ રાજીનામું આપી દીધું છે, અને તેઓનો રાજીનામાંનો પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને સુપરત કયૉ છે, નમૅદા જિલ્લામાં સાસંદના રાજીનામાં બાદ તેમના સમૅથનમા કાયૅકરો રાજીનામું આપતાં ભાજપ પાર્ટીમા ભુકંપનો ભડકો સજૉવા પામ્યો છે, એકાએક કાયૅકરોમાં રાજીનામાંનો દોર શરૂ થતાં ભાજપ પાર્ટી અવધઢમા પડી જવા પામી છે, ભાજપની આ સ્થિતિનું નિમૉણને પગલે આવનારી સ્થાનિક સ્વરાજની ચુટણીમાં તેની ગંભીર અસર પડે તો નવાઈ નહીં,  આ બાબતે ભાજપ તાલુકા પ્રમુખનો ટેલિફોનિક સંપર્ક કરતાં જણાવ્યું હતું કે મનસુખ વસાવા સાહેબ આદિવાસી વિસ્તારમાં લાગું પાડેલા ઈકો સેન્સિટિવ ઝોન માટે લડત લડી રહ્યા છે ત્યારે તેમની રજુઆતનું નકકર પરિણામ મળતું નથી, જેથી તેઓએ આપેલા રાજીનામાંના સમૅથનમા અમે રાજીનામું આપ્યું છે, વધુ જણાવ્યું હતું કે અમે ૨૯ જેટલા હોદેદારો રાજીનામાં સાથે ૩૦૦થી વધુ કાયૅકરોએ રાજીનામાં આપ્યાં છે અને હજુ રાજીનામું કાયૅકરો આપી રહ્યા છે.

Exit mobile version