Site icon Gramin Today

સાગબારા નેશનલ હાઇવે પર ગેરકાયદેસર બાંધકામ હટાવા સાગબારા પંથકના ગ્રામજનો તેમજ વેપારીઓ એ મામલતદાર ને આવેદન આપ્યું:

શ્રોત:ગ્રામીણ ટુડે ન્યૂઝ, સાગબારા નિતેશ વસાવા

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર થી મહારાષ્ટ્ર ને જોડતો હાઇવે નંબર ૭૫૩ બી ઉપર નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા ખાતે આર.ટી.ઓ. ચેકપોસ્ટ આવેલ છે. જે હાલ બંદ છે, સાગબારા થી ડેડીયાપાડા જવા માટે બે માર્ગ છે, અને ડેડીયાપાડા થી સાગબારા આવવા માટે બે માર્ગ છે, પરંતુ સાગબારા થી જતા એક માર્ગ ની વચ્ચે જે આર.ટી.ઓ. કચેરીની પાછળ નો સર્વિસ રોડ છે, તેની વચ્ચોવચ જગદીશભાઈ સી.શાહ નો તૂટી ગયેલો પતરા વાળો કાચો શેડ છે. જે રસ્તાને અડચણ રૂપ છે. જેથી આ એક માર્ગ રસ્તો બંદ છે.  જેથી ગ્રામજનો તેમજ ત્યાંથી પસાર થતા રાહદારીઓ ને ઘણી મુશ્કેલીઓ પડે છે.

આવેદનપત્ર ના તપાસના ધોરણે માલુમ પડેલ કે જગદીશભાઈ સી. શાહનો આ પતરાનો શેડ એ બિન કાયદેસર હોવાનું માલુમ પડેલ છે, ટૂંક સમયમાં જો આ શેડ તોડી રસ્તો ખુલ્લો કરવામાં નહિ આવે, તો ગ્રામજનો દ્વારા ૨૫ ડિસેમ્બર ૨૦૨૦ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતીક ઉપાસની જાણ સાગબારા મામલતદાર શ્રી ને લેખિત માં જાણ કરી છે. સદર રસ્તો બને તેથી ઘણા રાહદારીઓ તેમજ હજારો આદિવાસી ભાઈઓ બહેનો ને રાહત મળે તે માટે લોક માંગ ઉઠી રહી છે.

Exit mobile version