Site icon Gramin Today

સાગબારા તાલુકામાં ઉજવાયો ચૌવરી અમાવસ એટલે બળદ (નંદી)નો તહેવાર:

શ્રોત: ગ્રામીણ ટૂડે ન્યૂઝ, નિતેષકુમાર વસાવા, પ્રકાશભાઈ વસાવા

ચૌવરી અમાવસ એ સાગબારા તાલુકામાં અને મહારાષ્ટ્ર રાજ્યમાં ઉજવાતો એક માત્ર તહેવાર છે. ચૌવરી અમાવસ એટલે બળદો (નંદી) નો તહેવાર છે.

સાઞબારા તાલુકા ના ગામડાંના ખેડૂતો શ્રાવણ વદ અમાવસ એટલે કે (પિઠોરી અમાવસ) તરીકે ઉજવે છે. સવાર થી આ તહેવાર ની ઉજવણી ની શરૂઆત થઈ જાય છે,  બળદો ને નવડાવી ને તેને  નાથ બાંધવાનુ દોરડું,શીંગડા ને ગેરૂ (એક જાતનો કુદરતી રંગ) લગાડવામાં આવે છે,તેમજ માંસ્ક જે( વાંસ ની લાકડી રંગીન કાગળ તેમજ ફુગ્ગા અને દોરી નો ઉપયોગ થાય છે) બળદો ના શરીર પર વિવિધ પ્રકાર ના કલર થી ડિઝાઇન કરી ને રંઞવામાં આવે છે.બળદો તૈયાર થઈ જાય એટલે પછી તેઓ ને ગામના મંદિરે( ગ્રામ દેવતા)ના મંદિરે લઈ જવામાં આવે છે, અને ગામ ના પ્રત્યેક વ્યક્તિ દ્વારા ઘરે થી આરતી મંદિરે લઈ જવામાં આવે છે, અને સમૂહ માં પૂજા,અચૅના અને આરતી કરવામાં આવે છે તથા પ્રસાદી પીરસવમાં આવે છે પછી બળદો (નંદી)ને ઘરે લઈ જવામાં આવે છે.અને પઞ પર ગરમ પાણી નાખવામાં આવે છે.અને ત્યાર બાદ.પૂજા આરતી. કરી ને રોટલા .એક પ્રકાર ની વાનગી (ધંઉના લૉટની અને ગોળનાં રોટલા) ખવડાવવા માં આવે છે. # આ દિવસે ખેડૂતો  આ પશુ ને કોઈ પણ પ્રકાર ના ખેતી ના ઉપયોગ માં લેતા નથી તેઓને આરામ અપાય છે, સમગ્ર વષૅ દરમિયાન ખેડૂત આ પશુ થી ખેતી કામ કરે છે, તેથી જ ખેડૂત આ પશુ નો આભાર વ્યકત કરવાં માટે આ  તહેવારની ઉજવણી કરવામાં આવે  છે, ઈ.સ ૧૯૬૦ પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજય એક જ હતા,  ત્યાર થી જ આ નમૅદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો આ તહેવાર ઉજવે છે, મહારાષ્ટ્રમાં આ તહેવારને બૈલપૌહા તરીકે ઉજવવામાં આવે છે. બળદો ખેડૂતનાં પરિવારનાં સભ્યો હોય એક દિવસ તેમનાં માનમાં તેહવાર માનવવામાં આવે છે,

Exit mobile version