Site icon Gramin Today

વ્યારાના કણજા ગામે ગેરકાયદેસર રેતી ખનન પકડી પાડતું તંત્ર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

વ્યારાના કણજા ગામે ગેરકાયદેસર રેતી ખનન પકડી પાડતું તંત્ર:

ગ્રામિણ ટુડે: વ્યારા તાલુકાના કણજા ગામ ખાતે તાપી નદીના પટમાં પ્રાંત અધિકારીશ્રી વ્યારા, મામલતદારશ્રી, ભુસ્તર વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે ​તાજેતરમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

આ કાર્યવાહી દરમિયાન નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થતું હોવાનું જણાતાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી દરોડો પાડી સ્થળ પરથી ૩ હિટાચી મશીન, ૧૦ નાવડીઓ અને રેતી ભરેલા ૨ હાઈવા ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

​આ બાબતે ભુસ્તર વિભાગ, તાપી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર ખનન કરનાર સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ દંડની આકરી કાર્યવાહી કરવામાં આવશે, તેમ વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.

Exit mobile version