Site icon Gramin Today

વિદ્યા ગુર્જરી શાળા ખાતે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-2022 યોજાઇ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લાની વિદ્યા ગુર્જરી શાળા ખાતે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-2022 યોજાઇ:

જિલ્લાની વિવિધ શાળાઓમાંથી ૧૮૦ જેટલા બાળકોએ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો:

 વ્યારા:  તાપી જિલ્લાના વ્યારા સ્થિત શ્રીઅરૂણા અનિલ સંસ્થા દ્વારા સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક માધ્યમિક શાળા ખાતે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે અને તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા “બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2022”નું આયોજ્ન કરવામાં આવ્યુ હતું.

 આ સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી ન.પા.પ્રમુખ સેજલ રાણાએ ઉપસ્થિત મહાનુભવો અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી “પ્રતિભા” શબ્દનો શું અર્થ થાય છે તેની વિશેષ સમજ આપી હતી. તેમણે સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓને શુભેરછા પાઠવી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીતે બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું મહત્ત્વ બાળકોને જણાવી કારકિર્દીના ઘડતરમાં આ તમામ સ્પર્ધાઓન મહત્વ અંગે સમજ આપી હતી.

 આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી જય વ્યાસે સૌ મહાનુભવોને શાબ્દિક આવકાર આપી સ્પર્ધામાં જિલ્લાની વિવિધ શાળાઓમાંથી ૧૮૦ જેટલા બાળકોએ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાના દર્શન કરાવી રહ્યા છે એમ જાણકારી આપી હતી. શાળાના શિક્ષિકા અર્પિતા પંચાલે સમગ્ર કામનું સંચાલન અને દર્શના ચૌધરી દ્વારા આભારવિધી આટોપવામાં આવી હતી.

 સમારોહમાં અરૂલા અનિલ વ્યારા પ્રદેશના ટ્રસ્ટી સંજયભાઈ શાહ, શિક્ષણ નિરિક્ષક ગોવિંદ ગાંગોડા, શાળાના મંત્રી નિખિલ શાહ, સંસ્થાના ખાનચી ડાહયાભાઈ પટેલ, ટ્રસ્ટી હસમુખભાઈ શાહ, શાળાના પૂર્વ કેમ્પસ ડાયરેકટર નવિનભાઈ પંચોલી સહિત અન્ય મહાનુભવો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

Exit mobile version