Site icon Gramin Today

વઘઇ તાલુકામા બાળ સુરક્ષા અંગે તમાશા દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ,  ડાંગ રામુભાઈ માહલા 

વઘઇ તાલુકામા બાળ સુરક્ષા અંગે તમાશા દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજાયા ;

આહવા: વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા તા.21 થી 25 ફેબ્રુઆરી 2023  દરમિયાન  વઘઇ તાલુકાના ક્લીબેલ, ભેંસકાતરી, ચીંચીનાગાવઠા, ચીકાર અને રંભાસ આમ કુલ મળી ને  5 પંચાયતમા ગ્રામ જનોને બાળલગ્ન, બાળમજૂરી તથા સરકારી યોજનાઓની લોકજાગૃતિ માટે ‘નવરંગ કલામંડલ’ ધુડા દ્વારા તમાશા કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

લોકજાગૃતિ કાર્યક્રમમા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંગળભાઈ ગાવીતે બાળલગ્ન અને બાળમજૂરી જિલ્લામાંથી નાબૂદ કરવા માટે લોકોને આહવાન કર્યુ હતુ. વધુમા તમામ વાલીઓને જણાવ્યુ હતુ કે, તમારા બાળકોને સુગરમા નહિ પણ સ્કૂલમા જતા શીખવો અને શિક્ષણએ દરેક બાળકોનો અધિકાર છે, એ દરેક બાળકોને મળવુ જ જોઈએ એમ ભારપૂર્વક જણાવ્યુ.

વર્લ્ડ વિઝન ઇન્ડિયા વઘઈ તાલુકામા બાળકોની સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્યને લઈને છેલ્લા 9 વર્ષથી કામ કરી રહી છે. હાલમા વધતા જતા બાળલગ્ન અને બાળમજૂરીને અટકાવવા માટે લોકોને જાગૃત કરવાનુ આગવુ પગલુ ભરેલ છે. આ ક્રાયક્રમમા વઘઇ તાલુકા સદસ્યશ્રીઓ, ગામના સરંપચશ્રીઓ, ગ્રામજનો તેમજ વર્લ્ડ વિઝન સ્ટાફ ઇન્ડિયા સંસ્થાનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Exit mobile version