Site icon Gramin Today

વંદે ગુજરાત વિકાસયાત્રાની નવસારી શહેરમાં આજે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

વંદે ગુજરાત વિકાસયાત્રાની નવસારી શહેરમાં આજે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો: 

વંદે ગુજરાત રથ થકી બે દાયકામાં થયેલાં વિકાસની યશગાથા લોકો સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ : – નવસારીના ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈ 

નવસારી શહેરમાં વિકાસ રથના કાર્યકમની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી છે.

નવસારીઃ બે દાયકામાં ગુજરાતની વિકાસગાથાને આમ જનતા સુધી પહોંચાડવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ નવસારીના શાતાદેવી રોડ સ્થિત નગર પાલિકા હાઇસ્કૂલ ખાતે સવારે વિકાસયાત્રા રથ આવી પહોંચ્યો હતો. નવસારી વોર્ડના નગરજનો દ્વારા વંદે ગુજરાતના વિકાસરથને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. શાળા કક્ષાના પટાંગગણમાં પધારેલા મહેમાનો, શહેરીજનો અને વિધાર્થીઓ, પધાધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. તે સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વિશે વિસ્તારથી લોકો જાણે અને તેનો લાભ લે એવા પ્રયાસો થકી ટૂંકી ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું. 

નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ સરકારશ્રીની નિતીનાં વખાણ કરી તમામ લોકો સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે ત્યારે વંદે ગુજરાત વિકાસ રથ થકી છેલ્લાં બે દાયકામાં થયેલાં વિકાસની અભિવ્યક્તિ લોકો સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કરાયો છે. 

નવસારી શહેરમાં વિકાસ રથ તમામ વોર્ડમાં ભ્રમણ કરીને ગુજરાતની વિકાસ ઝાંખી નગરજનો પ્રસ્તૃત કરેલ છે અને વંદે ગુજરાત કાર્યક્રમને નવસારી શહેરના વિસ્તાર માટે આજે પૂર્ણાહુતિ કરવામાં આવી છે.આવતીકાલથી નિયત રૂટ મુજબ નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ખાતેથી પ્રસ્થાન કરશે અને ગ્રામીણ વિસ્તારના લોકોને લાભાનવિંત કરશે. 

    આ પ્રસંગે નવસારી – વિજલપોર નગરપાલિક પ્રમુખ શ્રી જિગીશ શાહ, નવસારી – વિજલપોર નગરપાલીક ચીફ ઓફિસર શ્રી જે. યુ.વસાવા, પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version