Site icon Gramin Today

રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારતના નામે રજિસ્ટર સંસ્થાની કારોબારીની બેઠક આજ રોજ યોજવામા આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ માંગરોળ, કરુણેશભાઇ  સુરત, નલિન ચોધરી.

સુરત: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ખાતે રાજ હોટલમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારતના નામે રજિસ્ટર સસ્થાની કારોબારીની બેઠક આજ રોજ યોજવામા આવી હતી કે જે સદર સંસ્થા ગ્રાહકોના હીત માટે સદેવ કાર્યરત:
રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારતના (NGO )રાષ્ટ્રીય સંયોજક અને રાષ્ટ્રીય અધયક્ષશ્રી ના આદેશ ના અનુપાલન માં ગુજરાત ના અધક્ષ આશિષ મેહતા ના અધયક્ષ સ્થાને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારતની આજે કારોબારી મીટીંગ નું આયોજન સુરત જિલ્લાના નવી પારડી ખાતે કરવામાં આવેલ હતું જેમાં ઘણી સંખ્યામાં જિલ્લાના અને તાલુકા લેવલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગ્રાહકોને પડતી મુશ્કેલી અને એનું નિવારણ અને ગ્રાહક અધિકાર વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

ગુજરાતના પ્રદેશ અધક્ષ આશિષ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં રાષ્ટ્રીય લેવલનો અધિવેશન કરવાનું હોય ત્યારે તમામ ગ્રાહક સુરક્ષા અધિકારીઓ સૂચના આપવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારતના અધિકારી દ્વારા આવનાર મહાનુભાવો ને સારો આવકાર મળે જાણકારી મળે એવો પ્રિ પ્લાનિંગ ગોઠવવામાં આવ્યો હતો તેમજ યુવરાજ સિંહ અને કાંતિભાઈ પરમાર સાહેબ નો આભાર માનેલ હતો એવુ ગુજરાત રાજ્યના અધ્યક્ષ આશિષભાઈ મહેતા એ જણાવેલ હતુ.

Exit mobile version